Sihor
સિહોરના ટાણા ગૂંદાળા ગામે ગૌચર જમીન મામલે ચૂંટણી બહિષ્કાર એલાન ; માલધારીઓ મેદાનમાં
સિહોર તાલુકામાં સમસ્યાઓની ભરમાર, ચારેબાજુ પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ભૂતિયા, સણોસરા, ભાંખલ, થાળા બાદ આજે સિહોરના ટાણા ગૂંદાળા ગામે ગૌચર જમીન માલધારીઓ મેદાનમાં ચૂંટણી બહિષ્કારનું એલાન સિહોર શહેર જ નહિ તાલુકાના ગામોમાં સમસ્યાઓની ભરમાર દેખાઈ છે. છેલ્લા દિવસોથી રોજ સવાર પડે ને એકાદ ગામના સમાચાર હોઈ કે કોઈ સમસ્યા કે સુવિધાના અભાવના કારણે લોકોએ ચૂંટણી કે મતદાન બહિષ્કારનું એલાન કર્યું છે સિહોરના તાલુકાના ભૂતિયા, સણોસરા, ભાંખલ, થાળા ગામના લોકો પ્રાથમિક સુવિધાના અભાવે અગાઉ ચૂંટણી – મતદાન બહિષ્કારનું એલાન કરી ચુક્યા છે ત્યારે આજે સિહોરના ટાણા ગૂંદાળા ગામે ગૌચર જમીન મામલે માલધારી સમાજ મેદાનમાં આવ્યો છે અને કહ્યું છે કે ગૌચર જમીન નહિ તો વોટ નહિ.. અને સમગ્ર મામલે ચૂંટણી બહિષ્કાર એલાન કર્યું છે. સિહોર તાલુકાના ગુંદાળા (ટાણા) ગામની અંદર જે ગૌચરની જમીન દબાયેલી છે તેને ખુલ્લી કરવામાં આવે તેવી કેટલાક સમયથી માંગ કરવામાં આવી છે તેમજ ટાણા ગુંદાળા ગામની અંદર જે જગ્યા ઉપર ગૌચરની જમીન આવેલી છે તંત્રને અનેક રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા માલધારી સમાજ દ્વારા મતદાન બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે.
સિહોર તાલુકાના ટાણા ગૂંદાણા ગામેં ગૌચર જમીન મામલે અગાઉ અનેક રજૂઆત કરવામાં આવી છે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પશુપાલકોમાં વહિવટીતંત્ર સામે આક્રોશની લાગણી જન્મી છે. અહીં પશુપાલકો માટે સરકારી પડતર જમીન અપુરતા પ્રમાણમાં હોવાની માલધારીઓમાં વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામેલ છે. અહીં અસંખ્ય પરિવારો પશુપાલનના વ્યવસાય સાથે સક્રીય રીતે સંકળાયેલા છે. આ પશુપાલકોના પરિવારો પશુપાલનના વ્યવસાય ઉપર સંપૂર્ણપણે નિર્ભર છે. આ પશુપાલકોને તેમના માલઢોર ચરાવવા માટે નીયમીતપણે ગામના છેવાડાના વિસ્તારોમાં આવેલી સરકારી પડતર જમીન પર માલઢોર ચરાવી પોતાનું ગુજરાન ચલાવતા હોઈ છે જોકે કેટલીક ગૌચર જમીનોમાં દબાણ હોવાના કારણે માલધારીઓને મુશ્કેલીઓ પડતી હોય છે ગૌચર જમીનમાં દબાણને લઈ આગામી વિધાનસભાની ચૂંટણી નજીક હોય જો ગૌચરની જમીન માંથી દબાણ દૂર કરવામાં નહીં આવે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી માલધારીઓએ આવેદનપત્ર પાઠવીને ચીમકી ઉચ્ચારી હતી. અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે