Sihor
સિહોર મારૂતિ નગર ખાતે સૂર્યવંશી રેસિડેન્સીનું બાળાઓના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
21મી સદીમાં સૌની સુખાકારી સાથે ભારત દેશનો અવિરત વિકાસ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ખૂબ મોટા પાયે વિકાસની હરણફાળ ચાલી રહી છે, ત્યારે આ સમગ્ર ડેવલોપમેન્ટમાં આપણું સિહોર પણ ઘણા અંશે સમય સાથે ચાલી રહ્યું છે, ભાવનગર રોડથી લઈ અને ગરીબશાહ પીરની દરગાહ સુધી અનેક નાના-મોટા પ્રોજેક્ટ અને રેસીડેન્ટ એરીયા ફાલી-ફુલી રહ્યા છે
ત્યારે આજે સિહોરના મારુતિનગર ખાતે નવી રેસીડન્સ સોસાયટી ‘સુર્યવંશી રેસીડેન્સી’ નાં નિર્માણનું કુમારિકા દીકરીઓના વરદહસ્તે ખાતમુહુર્ત કરાયું હતું, સિહોરના સંનિષ્ઠ આગેવાન અને અગ્રણી બિલ્ડર એવા શ્રી ઘનશ્યામસિંહ ગોહિલ તેમજ કનુભાઈ પી. પરમાર અને ટેનામેન્ટ પ્લાનના નિષ્ણાંત એન્જિનિયર એવા નઈમભાઈ અગરિયા દ્વારા સિહોરવાસીઓની સુખાકારી અને સુવિધા માટે ‘સૂર્યવંશી રેસીડેન્સી’ નું નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે.
પરમ પૂજ્ય સંત શ્રી મનહરદાસબાપુના આશીર્વાદ સાથે તેમજ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી જીણારામબાપુ તેમજ મહંત શ્રી સત્યનારાયણજી મહારાજ (ચીથરિયા હનુમાનજી મંદિર, સિહોર) તેમજ સિહોરના વિવિધ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સમાજના શ્રેષ્ઠિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, બિલ્ડરો, એન્જિનિયરો સહિત અનેક લોકોની ઉપસ્થિતિમાં આ સોપાનનું શુભ ખાતમુહૂર્ત કરાયું છે.