Sihor
સિહોર સિંધી સમાજ દ્વારા ત્રણ દિવસના સમર કેમ્પનું સફળ આયોજન
દેવરાજ
નાના બાળકોને નાનપણથી ધર્મ અને સેવાની ભાવના જાગૃત થાય તે માટે ૧૨ વર્ષથી પ્રસિધ્ધી થી દૂર રહી અને નિસ્વાર્થ ભાવે ભાઈ સાહેબ તીરથસિધ કુકરેજા ભાવનગરમાં સેવાઓ આપે છે તેના અનુસાધને આખા ગુજરાત માથી ૩૦૦ નાના બાળકોને સિહોર સીધી કેમ્પ ગુરૂદ્નારામા ત્રણ દિવસ નું સમર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.



તેમાં શ્રી ગુરૂનાનક દેવજીની શિક્ષા નામ સ્મિરણ ગુરૂ વાળી ના પાઠ કથા કિતૅન તેમજ જ્ઞાન સાથે ગમત રાખવામાં આવેલ તેમજ સંત બાબા થાહરિયાસિધ ભલાઈ કેન્દ્ર રસાલા કેમ્પ ભાવનગરના સહયોગથી ૩૦૦ નાના બાળકોને ૧૦૦ રમકડાંઓ ની કિટ બાળકોને પ્રોત્સાહિત ઈનામ નુ વિતરણ કરવામાં આવેલ તેમજ ગુરમીત કેમ્પ મા બાળકો ને આશીર્વાદ આપવા પંજાબ ના સંત બાબા સહેજસિધ જી ના સુપુત્ર બાબા રાજ સિધ જી અને માતા રાણી માતાજી તેમજ ભાવનગર ના બાબા મહેન્દ્ર સિધ જી પધાર્યા હતા ઉપરોક્ત આયોજન ને સફળ બનાવવા માટે સીધી કેમ્પ પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડા ના સંકલન સાથે સિધી કેમ્પના તમામ ભાઈઓ અને બહેનો એ તન મન ધન થી સેવા કરેલ.