Sihor
ડૂબતી સિહોર નગરપાલિકા – ઇમરજન્સી વાહનોની મદદ માટે રૂબરૂ પાલિકાએ જવા જેવી સ્થિતિ ; ફોન બંધ છે.
પવાર
- સિહોર નગરપાલિકાની કઠણાઈ તો જુવો ; એક સાંધે તેર તૂટે જેવી હાલત નાગરિક સુવિધા કેન્દ્ર નું ડબલું ઠપ્પ
સિહોર નગરપાલિકાની હમણાં કઠણાઈ બેઠી હોય તેમ એક સાંધે અને તેર તૂટે જેવી હાલત થઈ ગઈ છે. બે દિવસ પહેલા ગૌતમેશ્વર તળાવનું પાણી પુરવઠા વિભાગની ટાઉન PGVCL દ્વારા કનેક્શન કાપી પાલિકાની આબરૂ ના લીરા ઉડાવ્યા હતા. ત્યાં સિહોર નાગરિક સુવિધા કેન્દ્ર નું ઇમરજન્સી સેવા વાહનો માટે ટેલિફોન નું ડબલું ઠપ્પ થઇ ગયું છે તેમાં માત્ર રીંગ જાય છે..
પરંતુ કોઈ પ્રત્યુતર કે વાતચીત થઈ શકતી નથી તેને લઈ ટેલિફોન પણ બંધ થઈ ગયો છે પણ સાચું કારણ ફોલ્ટ નું ટેલીફોન ટેકનીશિયન કરી શકે જો પાલિકા એ ટેલીફોન એક્ષેચેંજ માં લેખિત કે મૌખિક ફરિયાદ કરી હશે તો..?? જેને લઇ સિહોર નગરજનો ને કોઈ ઇમરજન્સી વાહનો માટે ફોન બંધ હોવા ને લઈ જરૂરિયાત નાગરિકો ને રૂબરૂ પાલિકા માં જવું પડે તેવી હાલત થઈ છે .તેમજ ગેરેજ વિભાગ ના કર્મચારીએ આ અગાઉ કોડલેસ ફોન વસાવવા ની ચીફ ઓફિસર ને લેખિત ફરિયાદ પણ કરી હતી પણ પાલિકા માં રામ રાજ્ય પ્રજા દુઃખી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.