Sihor

ગાંધીનગરની ટીમનો જુદા-જુદા વિસ્તારમાં અભ્યાસ: લોકોના પ્રતિભાવ લીધા : રિપોર્ટ બાદ મળશે રેન્કીંગ

Published

on

પવાર

  • સિહોરની સ્વચ્છતાની પરીક્ષા શરૂ

સિહોરના સ્વચ્છતા સર્વેક્ષણ માટે ગાંધીનગરથી બનેલી ટીમ સિહોર આવી પહોંચે છે તેની સાથે સાથ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા નું સર્વેક્ષણ કરી રહી છે તેની સાથે સાર્થક સિહોરવાસીઓના પણ સ્વચ્છતા અંગેના ફીડબેક લેવામાં આવી રહ્યા છે સ્વચ્છતા સર્વેક્ષણ ટીમ સમગ્ર સિહોર માં સ્વચ્છતા નું સંપૂર્ણ નિરીક્ષણ અને સર્વેક્ષણ કરી ગાંધીનગર રિપોર્ટ કરશે અને તેના આધારે સિહોર નગરપાલિકાને સ્વચ્છતા અંગેના રેન્ક આપવામાં આવશે. શહેરને સ્વચ્છ બનાવવા માટે સુંદર કામગીરી કરી છે.

Study of Gandhinagar team in different areas: People's feedback taken: Ranking will be available after the report

સ્વચ્છતા અંગેના નગર પાલિકાને રેન્કિંગ આપવા માટેની ટીમ ગાંધીનગરથી સિહોર આવી પહોંચે હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને સ્વચ્છતા નું સર્વેક્ષણ કરી રહી છેબતેની સાથો સાથ સિહોરવાસીઓની પણ ફરજ બને છે કે ફીડબેક સમયે સ્વચ્છતા સર્વેક્ષણ ટીમને સારા પ્રતિભાવો આપવા જોઈએ જેથી સ્વચ્છતા અંગેનો રેન્ક ઊંચો આવે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા સર્વેક્ષણ ટીમ જાતે જ સર્વેક્ષણ કરતી હોય છે અને સ્વચ્છતા અંગેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવતી હોય છે આ ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે સંપૂર્ણ સર્વેક્ષણ પૂર્ણ થયા બાદ આ ટીમ ગાંધીનગર પરત રવાના થઈ સિહોર નું સ્વચ્છતા અંગે નો રિપોર્ટ રજૂ કરશે.

Exit mobile version