Bhavnagar
ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ પારલે કંપની મુલાકાત લીધી
પવાર
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષ બી.કોમ.માં પ્રવેશ મેળવેલ વિધાર્થીનીઓ એ તગડી ખાતે આવેલ પારલે કંપનીની મુલાકાત લીધી હતી. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે તે પ્રેક્ટીકલી જોવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિધાર્થીનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ અને મંડળીઓની મુલાકાત લેવામાં આવે છે. તેના ભાગરૂપે તગડી સ્થિત આવેલ પારલે કંપનીની મુલાકાત લેવામાં આવી હતી. આજના સમયમાં અભ્યાસની સાથે વિવિધ કંપનીઓ કઈ રીતે મેનેજમેન્ટ કરે છે અને પોતાની કઈ કઈ પ્રોડકટ બનાવે છે તે અંગેની જાણકારી માટે કોલેજની વિધાર્થીનીઓએ આ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિધાર્થીનીઓએ પારલે કંપનીની તમામ પ્રોડકટ વિશે અને પારલે કંપનીની ઉત્પતિ કઈ રીતે થઇ તેમજ તેનું સંચાલન કઈ રીતે થાય છે તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.