Sihor

વિચિત્ર અવાજ કરતા હોર્નના અવાજો માથાનો દુ:ખાવો ; કાન ફાડી નાખે તેવા તિવ્ર અવાજના દુષણથી સિહોરની જનતા ત્રાહિમામ

Published

on

દેવરાજ

વિચિત્ર અવાજ કરતા હોર્નના અવાજો માથાનો દુ:ખાવો, અવાજનું પ્રદુષણ રોકવા તંત્ર દ્વારા કડક કાર્યવાહીની માંગ

સિહોરનાના નગરજનોને વહેલી સવારથી કાન ફાડી નાખે તેવા હોર્ન એર હોર્ન અને ચીત્ર વિચીત્ર અવાજ કરતા હોર્નના અવાજો સતત શરૂ રહેતા હોય, લોકો ઘરના બારી દરવાજા બંધ કરે તો પણ આવા સતત શરૂ રહેતા અવાજોના કારણે ઉંઘ આવતી ન હોવા છતા આવા ગેરકાયદેસર થતા અવાજને અટકાવવા લોકો માંથી માંગ ઉઠી છે.

strange sounding horn noises headache ; The people of Sehore were shocked by the ear-splitting noise

સિહોરમાં છેલ્લા ઘણા સમયથી અવાજનું પ્રદુષણ એટલા હદે વધ્યુ છે કે દર્દીને તો શું? સાજા માણસને પણ એટેક આવી જાય તેવા અવાજનું પ્રદુષણ શહેરમાં મોટા પાયા પર પ્રસરેલ છે જેને કાબુમાં લેવાની જરૂરીયાત છે. સિહોરમાં અવાજનું પ્રદુષણને બે રોકટોક દિનપ્રતિદિન વધી રહ્યું છે. અવાજ પ્રદુષણ અટકાવવા પગલા લેવામાં આવે તે જરૂરી છે. ભારે અવાજના પ્રદુષણથી લોકો ત્રાસી ગયા હોય આવા ત્રાસથી લોકોને મુકત કરવા અને પગલા ભરવા તીવ્ર માંગ ઉભી થવા પામી છે.

Advertisement

Exit mobile version