Sihor
સિહોરમાં તોફાની પવન અને વરસાદથી ત્રીજા દિવસે પણ જનજીવન ઠપ્પ
પવાર
ભારે પવનનના કારણે શહેરમાં વૃક્ષો અને વીજપોલને નુકશાન, પીજીવીસીએલની ટીમોને સતત દોડધામ: આજે પણ તોફાની પવન સાથે વરસાદ ચાલુ રહેતા સ્વૈચ્છીક લોકડાઉન જેવી સ્થિતિ : શહેરની બજારોમાં પાંખી હાજરી
બિપરજોય વાવાઝોડાના પસાર થવાના પગલે સિહોર અને તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અતિ ઝડપે ફુંકાયેલા પવન અને સાથે પડી રહેલા વરસાદને કારણે શહેરમાં વૃક્ષો અને વીજપોલને નુકશાન થયું હતું તોફાની પવન અને સાથોસાથ વરસાદની હેલી અવિરત રહેતા અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે.
શહેરની તાલુકા પંચાયત કચેરીની બાજુમાં આવેલ કર્મચારી સોસાયટી તેમજ નવું બની રહેલ રિલાયન્સ ટ્રેન્ડસ પાસે એક વીજપોલ તુટી પડયો હતો જેના કારણે જાહેર રસ્તો બંધ થતાં જે અંગે સિહોર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વી.ડી નકુમે તંત્ર ને પણ વાકેફ કર્યું હતું.