Bhavnagar

ભાવનગરમાં આવતીકાલ શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા

Published

on

કુવાડિયા

  • સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના હસ્તે દીપપ્રાગટ્ય થશે – શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન – તડામાર તૈયારીઓને લઈ આખરી ઓપ

ભાવનગર ભાવેણાની ભૂમિ પર શ્રી ગોળીબાર હનુમાનજીના ચરણોમાં આવતીકાલ શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રારંભ થશે. શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમિત્તમાત્ર આયોજન દ્વારા આવતીકાલ શનિવાર તા.૩થી રવિવાર તા.૧૧ દરમિયાન શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો લાભ મળનાર છે.

ભાવનગર ભાવેણાની ભૂમિ પર શ્રી ગોળીબાર હનુમાનજીના ચરણોમાં યોજાનાર આ રામકથા પ્રારંભે શનિવાર બપોરે ૩-૩૦ કલાકે પદ્મ ભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના હસ્તે દીપપ્રાગટ્ય થશે તથા તેઓશ્રી આશીર્વચન પાઠવશે. નિમિત્તમાત્ર નિમંત્રક રહેલા શ્રી જયંતભાઈ વનાણી બુધા પટેલ દ્વારા જણાવાયા મૂજબ ભાવનગરમાં જવાહર મેદાન ‘મારુતિ ધામ’ ખાતે શનિવાર તા.૩ બપોરે ૩-૩૦ કલાકે પ્રારંભ થયા બાદ બીજા દિવસ રવિવાર તા.૪થી સવારે ૧૦થી બપોરે ૧-૩૦ કલાક દરમિયાન કથાશ્રવણ લાભ મળશે. કથા વિરામ રવિવાર તા.૧૧ના થશે. ભાવિક શ્રોતાઓને આ કથાનો લાભ લેવા નિમંત્રણ અપાયું છે.

Exit mobile version