International
આ એજન્સીએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા 16 ઓક્ટોબરથી 17 નવેમ્બરની વચ્ચે પરમાણુ પરીક્ષણ કરી શકે છે
દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય જાસૂસી સંસ્થાએ કહ્યું છે કે 2017 પછી ઉત્તર કોરિયાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ, જો તે થાય છે, તો તે 16 ઓક્ટોબરથી 17 નવેમ્બરની વચ્ચે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. યોનહાપ ન્યૂઝ એજન્સીએ બુધવારે આ જાણકારી આપી હતી.
અમેરિકા પર સરકાર પાડવાનો આરોપ
તમને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને જાહેરમાં દેશના પરમાણુ હથિયારો નહીં છોડવાનો સંકલ્પ લીધો છે. તાજેતરમાં, તેમણે યુએસ પર દેશની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પ્યોંગયાંગની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) અનુસાર, કિંગ જોંગ-ઉને સ્પષ્ટતા કરી હતી કે પ્યોંગયાંગનો પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે ફરીથી વાતચીત શરૂ કરવાનો કોઈ ઈરાદો નથી. ઉત્તર કોરિયાની સંસદે મહત્વપૂર્ણ સત્ર દરમિયાન નવી પરમાણુ નીતિને પહેલા જ મંજૂરી આપી દીધી હતી.
અમેરિકા ઉત્તર કોરિયાને નબળું પાડવા માંગે છે
કિમ જોંગ-ઉને કહ્યું છે કે અમેરિકાનો હેતુ માત્ર આપણા પરમાણુ હથિયારોને ખતમ કરવાનો નથી, પરંતુ ઉત્તર કોરિયાને આત્મરક્ષાની શક્તિ છોડી દેવા અથવા તેને નબળી પાડવા માટે દબાણ કરીને આપણા શાસનને તોડી પાડવાનો છે. કિમે એમ પણ કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ તેની પરમાણુ હથિયાર ક્ષમતાને મજબૂત કરવા માટે તેના વ્યૂહાત્મક પરમાણુ ઓપરેશનનો વ્યાપ વધારવાનું ચાલુ રાખવું જોઈએ.
ઉત્તર કોરિયા કમલા હેરિસથી નારાજ
તાજેતરમાં, જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા આવેલા કમલા હેરિસે જાપાનના વડા પ્રધાન કિશિદા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઉત્તર કોરિયાના તાજેતરના બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ તેમજ ઉત્તર કોરિયા દ્વારા જાપાની નાગરિકોના અપહરણના મુદ્દાને ઉકેલવા પર પણ ભાર મૂક્યો હતો. જો કે હેરિસની જાપાન મુલાકાતથી ઉત્તર કોરિયા ખૂબ નારાજ છે.