National
સૌરવ ગાંગુલી બન્યા ત્રિપુરાના ટુરીઝમ બ્રાન્ડ એમ્બેસેડર, મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ કરી જાહેરાત
પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને ત્રિપુરા ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા બાદ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે, રાજ્યમાં પ્રવાસન વધારવા માંગે છે. ત્રિપુરામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં પ્રવાસીઓએ મુલાકાત લેવી જ જોઈએ.
BCCIના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ત્રિપુરા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ માહિતી ખુદ મુખ્યમંત્રી ડો.માનિક સાહાએ આપી હતી. તેણે કહ્યું કે, અમે સૌરવ ગાંગુલીને ત્રિપુરા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઓફર કરી હતી, જેને તેણે સ્વીકારી લીધી છે. સાહાએ ગાંગુલી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી.
પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને ત્રિપુરા ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા બાદ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે, રાજ્યમાં પ્રવાસન વધારવા માંગે છે. ત્રિપુરામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં પ્રવાસીઓએ મુલાકાત લેવી જ જોઈએ. સૌરવ ગાંગુલીને આખી દુનિયા ઓળખે છે તેથી તે અહીં પ્રવાસીઓને આકર્ષશે. ભારતીય ક્રિકેટ દિગ્ગજ સૌરવ ગાંગુલીએ મંગળવારે ત્રિપુરા ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઓફર સ્વીકારી લીધી છે.
ત્રિપુરા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ થવા પર સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રમતગમત પ્રવાસન માટે સૌથી મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. ત્રિપુરાના પર્યટન મંત્રી સુશાંત ચૌધરીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ગાંગુલી સાથે તેમના બેહાલા સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પ્રવાસન સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે કોલકાતાના બેહાલા નિવાસસ્થાને સૌજન્ય બેઠક દરમિયાન ત્રિપુરા પ્રવાસન સચિવ અને નિર્દેશક ઉત્તમ કુમાર ચકમા અને તપન કુમાર ચકમા પણ હાજર હતા.