Sihor
સામાજિક ન્યાય સપ્તાહ ; કાલે ભાજપ યુવા મોરચા દ્વારા સિહોર ખાતે કેરિયર કાઉન્સેલિંગ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે
પવાર
શહેરના ટાઉનહોલ ખાતે આયોજન, સામાજિક ન્યાય સપ્તાહના ભાગરૂપે યુવા ભાજપ દ્વારા કેરિયર કાઉન્સેલિંગ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન, વધુ ને વધુ લોકોએ લાભ લેવા અનુરોધ
રાજ્યમાં સુશાસનની અવિરત યાત્રા ચાલી રહી છે. લોકોના સુખે- સુખી અને દુઃખે- દુઃખીની સંવેદના અનુભવે તે સાચું શાસન છે. વર્તમાન રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં માં ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવાનો યજ્ઞ આદર્યો છે. તેના ભાગરૂપે જ એક અઠવાડિયાથી રાજ્યમાં સામાજિક ન્યાય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સિહોર ટાઉન હોલ ખાતે આવતીકાલે તા.૧૨ના રોજ શહેર અને ગ્રામ્ય યુવા મોરચા દ્વારા સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત કેરિયર કાઉન્સેલિંગ અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.
ગુજરાત ભારતીય જનતા યુવા મોરચો પ્રેરિત જિલ્લા ભાજપ યુવા મોરચા સૂચનાથી સિહોર શહેર અને ગ્રામ્ય યુવા મોરચા દ્વારા સામાજીક ન્યાય સપ્તાહની ઉજવણી અંતર્ગત આવતીકાલે તા.૧૨/૪/૨૩ ના રોજ સવારે ૯ થી ૧૨ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે, તેમજ સાંજ ના ૪ થી ૫ કલાક સુધી કેરિયર કાઉન્સેલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુવાનોને સચોટ માહિતી અને માર્ગદર્શન આપવા વિવિધ વિષયના તજજ્ઞો દ્વારા મેડીકલ ,ઓદ્યોગિક, શિક્ષણ,કાયદો અને સાહસિકતા તેમજ બહેનો માટે ફેશન ડિઝાઇનીંગ, જેવા ગણાતા વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે નિષ્ણાંતો દ્વારા મળેલું માર્ગદર્શન યુવાન ભાઈઓ બહેનો માટે તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગી નીકળશે આ સોનેરી અવસર પ્રાપ્ત કરવા તમામ વિધાર્થી ભાઈઓ બહેનોને આ અવશ્ય લાભ લેવા ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ નિદાન કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લેવા અનુરોધ કરાયો છે