Sihor
સિહોર શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત લોક કલ્યાણ તેમજ કોરોનામાં મૃત્યુ પામેલાઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન
સોમવાર થી સિહોર ધર્મમય બનશે
તા. 29 મેં થી લઈને તા.4 જૂન સુધી યોજાશે સપ્તાહ, ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત સપ્તાહમાં પ્રખર ભાગવતાચાર્ય નરેશભાઈ શાસ્ત્રીજી પોતાના શ્રીમુખે રસપાન કરાવશે, તમામ તૈયારીઓનો આખરીઓપ, તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ
સોમવાર થી સિહોર એક સપ્તાહ સુધી ધર્મમય બની રહેવાનું છે. જ્યાં લોક કલ્યાણ તેમજ કોરોના મૃતકોના મોક્ષાર્થે સોમવારથી શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની લહેરો દરમિયાન અવસાન પામેલ લોકોની આત્માને શાંતિ મળે તે માટે સિહોર શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનામાં અવસાન પામેલ વ્યક્તિના પરિવારજનોને પણ ખાસ કથાનું રસપાન કરાવવામાં આવશે.
સિહોર શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર સેવક સમુદાયએ લોક કલ્યાણ તેમજ કોરોના કાળમાં મૃત્યુ પામેલા ભાઈઓ અને બહેનોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવાનો સંકલ્પ લીધો હોય જે અંતર્ગત પ્રખર ભાગવતાચાર્ય નરેશભાઈ શાસ્ત્રીજી ના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે, સોમવાર 29 મેં થી લઈને તા.4 જૂન સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે, આ કથામાં તા 30 કપિલ પ્રાગટય, તા 31 નૃસિંહ પ્રાગટય, તા 1 વામન પ્રાગટય, શ્રીરામ પ્રાગટય, કૃષ્ણ જન્મોત્સવ, તા 2 ગોવર્ધન પૂજા, તા 3 રૂક્ષમણી વિવાહ, તા 4 સુદામા ચરિત્ર પ્રસંગ યોજાશે.
કથાનો સમય સવારે 9 થી 12 આજે સાંજે 3 થી 6 સુધી રાખવામાં આવ્યો છે. ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન રાસગરબા, રામદરબાર, સંતવાણી, ડાકડમરું કાર્યક્રમનું આયોજન પણ કરાયેલ છે. તમામ તૈયારીઓનો આખરી ઓપ દેવાયો છે, મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે શ્રીમદ ભાગવત મહોત્સવમાં તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.