Sihor

હવે આગ પર ઝડપી કાબુ મેળવાશે : સિહોર નગરપાલિકાને 35 લાખના ખર્ચ વાળું ફાયર ફાઈટર વાહન ફાળવાયું

Published

on

પવાર

રવિવાર સાંજના શાસક અને વિપક્ષની હાજરીમાં લોકાર્પણ થયું : એકદમ ડિજીટલ અને આધુનિક ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર ઝડપી કાબુ મેળવાશે રાજય સરકાર દ્વારા અગ્નિનિવારણ સેવાને સુદ્રઢ કરવાના હેતુસર રાજ્યની જુદી જુદી નગરપાલિકાઓને અગ્નિશમન સેવાઓના વાહનો ફાળવવામાં આવ્યા છે. જે પૈકી સિહોર નગરપાલિકાને વધુ એક ફાયર ફાયટર ફાળવેલું છે.

sihore-municipality-allocated-a-fire-fighter-vehicle-costing-35-lakhs

જે ફાયરનું લોકાપર્ણ આજે શનિવારની સાંજે સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, મુકેશ જાની તેમજ અન્ય હોદેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

sihore-municipality-allocated-a-fire-fighter-vehicle-costing-35-lakhs

આ અગ્નિશમન સેવાના સાધન થી નગરપાલિકા વિસ્તારમાં આગના બનતા બનાવોને ઝડપથી કાબુ મેળવી શકાશે અને લોકોને આ અંગેની સારી સુવિધા ઉપલબ્ધ થયેલ છે તેવું નગરપાલિકાના પ્રમુખે આ પ્રસંગે જણાવ્યું હતું. લોકાર્પણ વિધિ બાદ ફાયર વિભાગને નવા ફાયટરની સોંપણી કરવામાં આવી હતી

Advertisement

Exit mobile version