Sihor

સિહોર : ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને, યાર્ડમાં 60-80ના કિલો

Published

on

દેવરાજ

  • એકાએક માંગ 50 ટકા વધી : આગામી સમયમાં હજુ ભાવ વધશે

ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે ત્યારે ઉનાળામાં સૌથી વધુ વપરાતા લીંબુની ડિમાન્ડ પણ વધી છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ ચૂકી છે. આથી એક એક લીંબુની માંગમાં 50 ટકાનો વધારો થયો છે. આથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. અનુમાન છે કે ગત વર્ષની માફક આ વર્ષે પણ લીંબુના ભાવ અધ્ધર રહેશે. મધ્યમ વર્ગ માટે લીંબુ ખરીદવા મુશ્કેલ બનશે. ગત વર્ષે લીંબુના ભાવ સૌથી વધુ નોંધાયા હતા. છેલ્લે 200ના કિલો સુધી ભાવ બોલાયા હતા. ત્યારે અત્યારે યાર્ડમાં લીંબુના ભાવ રૂા.60થી 70ના કિલો વહેંચાય રહ્યા છે.

sihore-lemon-prices-skyrocket-in-early-summer-60-80-per-kg-in-yard

જે ગત મહિને રૂા.10-20 હતા એકાએક 50 ટકા ભાવ વધારો થઈ ગયો હોવાથી ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. ઉનાળામાં લીંબુનો વપરાશ વધી જાય છે. લીંબુ સરબતનું સેવન વધી જાય છે. આથી દરેક જગ્યાએ લીંબુની ડિમાન્ડ વધી જાય છે. એકાએક ઠંડી વધતા મહીના પૂર્વે લીંબુનો નવો ફાલ વહેલો આવ્યો હતો ત્યારે હવે નવો ફાલ આવતા સમય લાગશે. હાલ યાર્ડમાં જરૂરીયાત મુજબ લીંબુની આવક થઈ રહી છે. પરંતુ નિકાલ પણ તાત્કાલીક થઈ જતા લીંબુની ડિમાન્ડ વધુ જણાય રહી છે. અત્યારે મોરબી, ભાવનગર અને ગુજરાતના અન્ય શહેરોમાંથી લીંબુની આવક થઈ રહી છે જે માલની આવક ઘટશે તો આગામી સમયમાં મદ્રાસ, બેંગ્લોરથી મંગાવવામાં આવશે. જો બહારથી લીંબુ મંગાવાશે તો લીંબુના ભાવ હજુ વધશે.

Exit mobile version