Sihor

ધો.12 વિજ્ઞાન પ્રવાહ-2023ના પરીણામોમાં સિહોર એલડીમુની સ્કૂલનું સંપૂર્ણ વર્ચસ્વ

Published

on

આચાર્ય, શિક્ષકો, સંચાલકોની ટીમ અને છાત્રોની મહેનત રંગ લાવી, વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં એલડીમુની સ્કૂલ સંસ્થાનો દબદબો

આજે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના પરિણામમાં સિહોર એજ્યુકેશન સોસાયટી સંસ્થા છવાઇ ગઇ છે. સવારે પરિણામ જાહેર થતા જ સંસ્થા અને બાળકોના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયેલો જોવા મળ્‍યો હતો. વિદ્યાર્થીઓએ શ્રેષ્‍ઠ શિક્ષણ અને શિક્ષણ પધ્‍ધતિ દ્વારા મેળવેલા ઝળહળતા પરિણામને સંસ્થાના વિદ્યાર્થીઓ શિક્ષકો, તેઓના માતા-પિતા અને ટ્રસ્‍ટીશ્રીઓએ મીઠાઇઓ વહેચી ઉત્‍સાહભેર ઉજવણી કરી હતી.

Sihore Ldimuni School Dominates Totally in Class 12th Science Stream Results-2023

આજે 02-05-2023 ના રોજ જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીણામોમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે. ગૌસ્વામી વેદાંતએ ફર્સ્ટનું સ્થાન મેળવીને શાળા પરીવાર તથા માતા-પિતાનું ગૌરવ વધારીને પોતાની ઉચ્ચ કારકીર્દી એલડીમુની સ્કૂલ થકી કંડારી છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા અનેક વરસોથી પોતાની શિક્ષણ સરિતામાં સમગ્ર સિહોર તાલુકાની નંબર ૧ એજ્યુકેશન સોસાયટી એલડીમુની સ્કૂલ દ્વારા આજના પરિણામમાં પોતાની ‘વિજ્ઞાન ગંગા’ થી સમગ્ર શિક્ષણ જગતને ગૌરવ અપાવ્‍યું.છે ઉત્કૃષ્ટ દરેક વિદ્યાર્થીઓને એમના માતા-પિતાને અને શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્‍યા હતાં અને વિદ્યાર્થીઓને સફળતાનો તાજ પહેરાવી ફૂલોના ગુલદસ્‍તા દ્વારા સન્‍માનવામાં આવ્‍યા હતા.

Sihore Ldimuni School Dominates Totally in Class 12th Science Stream Results-2023

બધાજ વિદ્યાર્થીઓએ પોતાના શ્રેષ્ઠ પરીણામ બદલ સમગ્ર સંસ્થા અને શિક્ષકગણનો આભાર માનેલ સંસ્થાના આચાર્યએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને અભિનંદન પાઠવેલ તેમજ શિક્ષકગણને વિદ્યાર્થીઓના આવા પરીણામ બદલ લેવાયેલી મહેનતને બિરદાવેલ

Advertisement

Exit mobile version