Sihor

સિહોર જે જે મહેતા ગર્લ્સ સ્કૂલના આચાર્ય અમિષાબેન પટેલની બદલી થતા વિદાય, નવા પ્રિન્સિપાલ તરીકે દિલીપભાઈ ડાંગરે પદભાર સંભાળ્યો

Published

on

પવાર

સિહોરની જનતાનાં સામાજિક અને નૈતિક વિકાસમાં શહેરની શૈક્ષણિક સંસ્થાઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે, જેમાં ખાસ કરીને શ્રીમતી જે.જે. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એલ.ડી. મુની હાઇસ્કુલ આ બંને સંસ્થાઓ વર્ષોથી સિહોરના લોકો માટે ખૂબ ઉપકારક બની છે, વર્ષોથી તમામ શિક્ષકગણની કામગીરી અને પ્રિન્સિપાલો દ્વારા સુવ્યવસ્થિત સંચાલન થકી બંને સંસ્થાઓ આજે પણ સિહોરમાં એક ચોક્કસ સ્થાન ધરાવે છે ત્યારે શ્રીમતી જે.જે. મહેતા ગર્લ્સ હાઇસ્કુલના વર્તમાન પ્રિન્સિપાલ અમીષાબહેન પટેલની અન્ય સ્કૂલમાં બદલી થતાં શાળાના પ્રિન્સિપાલ તરીકેનો નવો પદભાર શ્રી દિલીપભાઈ ડાંગરને સોંપવામાં આવ્યો છે, જે અનુસંધાને ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તેમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.

 

Sihore JJ Mehta Girls School Principal Amishaben Patel Departs, Dilipbhai Dangar Takes Over As New Principal
Sihore JJ Mehta Girls School Principal Amishaben Patel Departs, Dilipbhai Dangar Takes Over As New Principal

આ કાર્યક્રમમાં શાળાની તમામ વિદ્યાર્થીની બહેનો, શાળાના શિક્ષકગણ તેમજ શ્રી એલ.ડી. મુની હાઇસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી શિવભદ્રસિંહ ગોહિલ સહિતની ઉપસ્થિતિ રહી હતી, સરળ સિદ્ધાંતવાદી અને સ્પષ્ટવક્તા એવા શ્રી દિલીપભાઈ ડાંગરને ગર્લ્સ હાઇસ્કુલનાં પ્રિન્સિપાલ તરીકેનો પદભાર મળતાં માત્ર આ શાળા જ નહીં પણ સિહોરના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે પણ ખૂબ મહત્વનું રહેશે, પદભારનાં આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા પુષ્પ અને કંકુ ચોખાનો ચાંદલો કરી, ભૂદેવશ્રી દ્વારા વિધિ પૂજન દ્વારા શ્રી દિલીપભાઈ ડાંગરે પદગ્રહણ કર્યું હતું.

Exit mobile version