Sihor
સિહોર: છોટી કાશીમાં મહાશિવરાત્રીના પાવનકારી પર્વે અનેક શિવાલયોમાં દર્શનાર્થે ભાવિકોના ઘોડાપુર
કુવાડિયા
- હર હર શંભુના નાદ ગુંજયા : જીવ શિવમાં લીન
શિવભક્તોએ રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા દ્વારા ભોળાનાથને રિઝવવા માટે લગાવી લાંબી કતારો : હર હર શંભુના નાદ ગુંજયા : જીવ શિવમાં લીન : ‘‘કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું” :મહાશિવરાત્રીની પાવનકારી ઉજવણી, આરતી સાથે ભાંગની પ્રસાદીનું વિતરણ : દિપમાળા, ધુન કિર્તન અને સત્સંગના સહિતના કાર્યક્રમો
હળા હળ ઝેર ગટગટાવી કંઠમાં ધારણ કરનાર, જટામાં ગંગાજીને સમાવી લેનાર દેવાધીદેવ મહાદેવની ભક્તિ કરવાનો પાવન અવસર એટલે મહાશિવરાત્રી. આજે મહાશિવરાત્રી નિમિતે સિહોર આખુ શિવમય બન્યુ છે. શહેરની ચારેય દિશાઓમાં આવેલા શિવ મંદિરોને અનેરા શણગાર સાથે આજે પૂજા-અર્ચના સાથે શિવભક્તિ થઇ રહી છે. છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા સિહોર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે ત્યારે આજે મહાશિવરાત્રીના પાવનકારી પર્વને લઈને ભોળાનાથને રિઝવવા માટે વહેલી સવારથી જ અનેક શિવભક્તોએ જુદા જુદા શિવ મંદિરોમાં લાંબી કતાર લગાવી હતી
રુદ્રાભિષેક, જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરીને ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. છોટી કાશીનું બિરુદ્ધ પામેલા સિહોર શહેરમાં આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવ, ગૌતમેશ્વર મહાદેવ, મોંઘીબા જગ્યા, સહિતના અનેક શિવાલયો અને જગ્યાઓમાં આજે મહાશિવરાત્રીના પાવનકારી પર્વને લઈને વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી અને અનેક શિવભક્તો રુદ્રાભિષેક જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરીને તેમજ બીલીપત્ર ચડાવીને મહાદેવને રિઝવવાનો પ્રયત્ન કર્યો હતો. અને સમગ્ર શહેરમાં શિવમય વાતાવરણ જોવા મળ્યું હતું.