Sihor
સિહોર અને તાલુકા વિસ્તારના મંત્રી અને ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ લોકપ્રશ્નો સાંભળ્યા ; અનેક પ્રશ્નો મુદ્દે રજુઆતો
પવાર
રોડ-રસ્તા-પાણી-વીજળી-સિંચાઈના પાણી જેવા પ્રશ્નો લોકોએ કર્યા રજુ, અધિકારીઓને સાથે રાખી લોકોના પ્રશ્નોના વહેલીતકે ઉકેલ આવે તે દિશામાં કર્યા સૂચનો.
ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મત્સ્યઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી હાલ ભાવનગર હોય જેથી તેઓ છેલ્લા 3 દિવસ થી પોતાના મતવિસ્તારમાં લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે આજે ભાવનગરમાં સર્કીટ હાઉસ ખાતે સિહોર શહેર અને પંથકના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.જેમાં લોકપ્રશ્નો સમયે વિવિધ વિભાગોના અધિકારીઓને પણ સાથે રાખી લોકોના પ્રશ્નો સાંભળી શક્ય હોય ત્યાં સુધી તેનું ત્યાં જ નિરાકરણ થઇ શકે તેવા પ્રયાસો કર્યા હતા. આ વિસ્તારના લોકોએ રોડ-રસ્તા, પાણી, વીજળી અને સિંચાઈના પાણી સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા જેનો જે તે વિભાગના અધિકારીએ ઉકેલ લાવી અથવા તો વહેલીતકે ઉકેલ લાવી શકાય તે બાબતે ખાતરી આપી હતી.
આ લોક્પ્રશ્નોમાં સિહોર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની રજુઆતો મંત્રીને કરી હતી જયારે મંત્રીએ પણ લોકોના પ્રશ્નો અને અધિકારીઓ તરફથી તેના ઉકેલ અંગેના પ્રયાસો અંગે જે ખાતરીઓ આપી છે તેમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે લોકોના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ આવશે.