Sihor

સિહોર સમસ્ત હિન્દૂ સમાજે કિશન બોળીયાને શ્રદ્ધાંજલિ પાઠવી

Published

on

દેવરાજ

સિહોરના વડલા ચોક ખાતે આજે ધંધુકા ગામના ભરવાડ યુવાન કિશન બોળીયા ની એક વર્ષ પહેલા જે વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેના અનુસંધાને આજે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શહેરના વડલા ચોક ખાતે યુવા યુગ પરિવર્તન ગ્રુપ તેમજ સમસ્ત માલધારી સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

sihor-samast-hindu-samaj-paid-tribute-to-kishan-boliya

આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં શિહોર પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી ભરવાડ તેમજ હરેશભાઈ ઉલવા રાકેશભાઈ શેલાણા ડી કે ચોહાણ ધીરુભાઈ ચૌહાણ, માસાભાઈ ડાગર, હરદેવસિંહ વાલા, રવિભાઈ બારૈયા પત્રકાર હરેશભાઈ પવાર હિંમતભાઈ જોટાણા દેવાભાઈ બુધેલીયા રાજુભાઈ આલગોતર હરદેવસિંહ વાળા વગેરે દ્વારા પુષ્પાંજલિ પણ કરવામાં આવી હતી

sihor-samast-hindu-samaj-paid-tribute-to-kishan-boliya

ધંધુકા ગામે એક વર્ષ પહેલા હિન્દુ ધર્મની બાબતે એક સ્ટેટસમાં હિન્દુ ધર્મનો વિડીયો ચઢાવવા બાબતે વિધર્મીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી તે કિશન બોળીયા ને આજના દિવસે યાદ કરીને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

Advertisement

Trending

Exit mobile version