Sihor
સિહોર ; દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરાઇ
પવાર – દેવરાજ
- સિહોર પોલીસએ પાસા દરખાસ્ત તૈયાર કરી વોરન્ટ ઇસ્યુ કરતા આરોપીની અટક ; ભુજની પાલારા જેલમાં ધકેલાયો ; આ શખ્સ સામે 2020 અલગ અલગ કેસો દાખલ થયા હતા
ભાવનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ ભોભીતર કરવા પોલીસ મેદાને પડી છે, ત્યારે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા જીલ્લા પોલીસવડા રવિન્દ્ર પટેલ દ્વારા સમગ્ર જીલ્લામાં પ્રજાજનોની કિંમતી જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરી ખંડણી ઉઘરાવવા, અપહરણ, લુંટ, મારામારી, દારૂ, જુગાર તેમજ અન્ય મીલ્કત સબંધી ગુન્હાઓ જેવી અસામાજીક પ્રવૃત્તિ કરતા શખ્સોને કાયદા મુજબ પાસા કરવા કડક સુચનાઓ આપવામાં આવી હતી.
જેના ભાગરૂપે સિહોર પોલીસે પ્રોહિબીશન સહિતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શખ્સો વિરૂધ્ધ પાસા તડીપાર દરખાસ્તો તૈયાર કરાવવા સુચનાઓ આપતાં સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુન્હાઓ અંતર્ગત આરોપી યોગેશ રહે કૃષ્ણનગર સિહોર વિરૂધ્ધ સિહોર પીઆઈ ભરવાડ મરફતે પાસા દરખાસ્ત કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા પાસા વોરેન્ટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું આથી આરોપીની અટકાયત કરી પાસા વોરન્ટની બજવણી કરી જેલ પાલારા ભુજ ખાતે મોકલી જેલ હવાલે કરવામાં આવ્યો હતો, સમગ્ર કામગીરીમાં પીઆઇ ભરવાડ, બીકે ગૌસ્વામી, એચવી ગૌસ્વામી, વાયબી જાડેજા, જયતુંભાઈ દેસાઈ, ગૌતમભાઈ દવે, ઘનશ્યામભાઈ હૂંબલ, મુકેશભાઈ સાંબડ, શક્તિસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા