Sihor

સિહોર ; પાણીની સમસ્યા મુદ્દે ભાજપના જ કાર્યકરોએ કુંવરજી બાવળિયાને કરી ઉગ્ર રજૂઆત

Published

on

પવાર

કુંવરજી બાવળીયા અચાનક સિહોરની મુલાકાતે, રેસ્ટ હાઉસ ખાતે ભાજપના જ આગેવાન કાર્યકરોએ શહેરની પાણી સમસ્યા માટેની ઉગ્ર રજુઆત કરી, ઉકેલ માટે મંત્રી બાવળીયાની હૈયાધારણા

સિહોરમાં પાણીની સમસ્યા ઘેરી બની છે. મોટાભાગના વિસ્તારોમાં અનિયમિત પાણી વિતરણ થઈ રહ્યું છે. ત્યારે ભાજપના જ આગેવાન કાર્યકરોએ કુંવરજીભાઈ બાવળિયાને કરી ઉગ્ર રજૂઆત પાણી સમસ્યા માટે રજુઆત કરવામાં આવતા મંત્રીએ વહેલી તકે ઉકેલની ખાતરી આપી હતી. ઉનાળો પોતાના અસલ મિજાજમાં આવી ગયો છે. અને ઉનાળામાં લોકોને પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે આવા સંજોગોમાં જ પાણીની ખેંચ ઊભી થતાં સિહોરવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. ગ્રામ્યના ધારાસભ્ય અને રાજય સરકારમાં મંત્રી પરશોતમ સોલંકીના મત વિસ્તાર સિહોરમાં પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. સિહોરમાં દર વર્ષે ઉનાળો આવતા જ પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. એપ્રિલના મધ્યમાં સૂર્યનારાયણ આકરા તાપે તપી રહ્યા છે તો બીજી તરફ સિહોરના નગરજનો પાણી વિના તરસી રહ્યા છે. સિહોરના અલગ-અલગ વિસ્તારમાં નિયત સમય વિના પાણી વિતરણ થાય છે.

Sihor; On the issue of water issue, BJP workers made a fierce presentation to Kunwarji Bavaliya

મોટાભાગના વિસ્તારમાં આઠ-દસ દિવસે પાણી વિતરણ થાય છે. ઉનાળો શરૂ થયો નથી કે પાણીની સમસ્યા ઊભી થઇ નથી. શહેરી વિસ્તારના મોટાભાગના બોરમાં પાણી ડૂકી ગયા છે. દર વરસે પાણીની સમસ્યા વિકટ બને છે. ઉનાળામાં નગરજનો પાણી માટે હાલાકી ન ભોગવે તે માટે કોઇ નક્કર આયોજન થતું નથી. જૂના સિહોરમાં પાણીનો વેડફાટ થાય છે. અને જ્યાં પાણી નથી ત્યાં મહિલાઓ પાણી માટે પોકાર કરે છે. લોકોને જરૂરિયાત મુજબ નિયમિતરૂપે પાણી વિતરણ થાય તે જરૂરી છે જ્યાં લોકો પાણીનો બગાડ કરતાં હોય ત્યાં કડકાઇ દાખવી પાણીનો બગાડ અટકે તે માટેના પગલાં લેવા જોઇએ. આ તમામ બાબતો વચ્ચે આજે ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અચાનક સિહોર ખાતે પધાર્યા હતા રેસ્ટ હાઉસ ખાતે સિહોર અને તાલુકા ભાજપ આગેવાનએ રૂબરૂ મળી શહેરની પાણી સમસ્યા માટેની વાસ્તવિકતા રજૂ કરી હતી પાણી સમસ્યા ઉકેલ માટે ઉગ્ર રજુઆત કરી હતી જોકે મંત્રી બાવળીયાએ વહેલી તકે ઉકેલ માટેની ખાતરી આપી હતી

Advertisement

Trending

Exit mobile version