Sihor
સિહોર ; સ્કૂલો ખુલતા જ ચોપડા, પાઠયપુસ્તકો ખરીદવા સ્ટેશનરી દુકાનોમાં મોડી રાત સુધી ભીડ જામી
પવાર
હાલ સ્કૂલો શરૂ થઈ ચૂકી છે. ત્યારે સ્કૂલ શરૂ થતા બાળકોના સ્કૂલડ્રોસ અને સ્ટેશનરીની વસ્તુની ખરીદી શરૂ થઈ ગયેલ છે બજારમાં સ્ટેશનરીની દુકાનો વાળીઓની બાળકો સાથે ભારે ભીડ જોવા મળી રહી છે. દર વર્ષની સરખામણીએ પેપરની આઈટમોમાં 25 ટકા ભાવ વધારો થયો છે. કાગળને લગતી તમામ વસ્તુ મોંઘી થતા પાઠયપુસ્તકો ચોપડા, નોટબુક ગ્રાફટપેપરની ખરીદીમાં મહદઅંશે બ્રેક લાગી છે. આ ઉપરાંત સ્ટેશનરીની વસ્તુઓ જેવી કે કંપાસ બોકસ પેન્સીલ, રબર, શાર્પનર, ફુટપટ્ટી જેવી અનેક વિવિધ વસ્તુઓની ભાવમાં 10-15 ટકાનો વધારો છે.
આ ઉપરાંત અત્યારની પરિસ્થિતિ મુજબ સ્ટેશનરી વિક્રેતા ઓનું કહેવુ છે. કે સ્કૂલ સંચાલકો દ્વારા બાળકોને સ્ટેશનરી ઉપલબ્ધ કરવામાં આવતી હોવાથી વેચાણમાં ઘટાડો થયો છે.જેના કારણે ધંધામાં 25 ટકા અસર થયેલ છે. હાલ સ્ટેશનરીથી લઈ યુનિફોર્મની દુકાનોમાં લાંબી ભીડ જામી છે. યુનિફોર્મ હાલ આ વર્ષ ભાવવધારો કરાયો નથી. સિહોર ખાતે આવેલ ચોપડા અને પાઠયપુસ્તકો ખરીદવા સ્ટેશનરી દુકાનોમાં મોડી રાત સુધી ભીડ જામી રહેલી જોવા મળે છે