Sihor

સિહોર નગરપાલિકાની ચૂંટણી શિવસેના લડશે ; પ્રમુખ કેશુભાઈ સોલંકીની મોટી જાહેરાત

Published

on

શિવસેનાના પ્રમુખ કેશુભાઈએ કહ્યું નગરપાલિકાના દરેક વોર્ડમાં શિવસેનાના ઉમેદવારો ઉભા રહેશે અને ચૂંટણી લડશે, કોળી સંગઠનોની બેઠક બાદ શિવસેનાના પ્રમુખ કેશુભાઈ સોલંકીની મોટી જાહેરાત, નગરપાલિકા ચૂંટણી માટે ભારે ઉત્તેજના

પવાર
સિહોર નગરપાલિકામાં હાલના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ નથી થઈ ત્યાં આગામી યોજાનારી ચૂંટણીના ચોગઠા ગોઠવાવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા કોળી સમાજના સંગઠનો એકઠા થયા હતા અને સ્થાનિક ચૂંટણી મુદ્દે ચર્ચાઓ થઈ હતી ખાસ કરી બેઠકમાં નગરપાલિકા ચૂંટણીની ટીકીટોના મુદ્દે વિશેષ ચર્ચાઓ થઈ હતી ત્યાં આજે સિહોર શહેર શિવસેનાના પ્રમુખ કેશુભાઈ સોલંકીએ મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે આગામી નગરપાલિકાની યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં શિવસેના દરેક વોર્ડ વિસ્તારમાંથી ચૂંટણી લડશે, તેઓએ મીડિયાને જણાવતા કહ્યું હતું કે વર્ષોથી મહારાષ્ટ્રમાં શિવસેના વિધાનસભામાં સતા ભોગવી રહી છે અને દિલ્હી લોકસભામાં પણ શિવસેના સાસંદ સભ્યો છે.

Shiv Sena will contest Sihore municipality election; President Keshubhai Solanki's big announcement

ત્યારે ગુજરાત રાજ્ય માં શિવસેના વર્ષો થી વિધાનસભા સહિત ચૂંટણી લડતી આવી છે ત્યારે હાલ સિહોર નગરપાલિકાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દરેક વોર્ડ માં શિવસેના ના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડશે તેવી જાહેરાત આજ મીડિયા સમક્ષ કરી હતી વધુમાં કહ્યું હતું કે નગરપાલિકા વહીવટી કામોમાં નિષ્ફળ રહી છે, અહીં ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે અહીં સમસ્યાઓની હારમાળા છે અને માત્ર ચૂંટાયેલા લોકોનો જ વિકાસ થયો છે તેવું તેઓએ કહ્યું હતું

Trending

Exit mobile version