Bhavnagar
શંખનાદ સમાચાર કોઈ આર્થિક વ્યવહાર કરતું નથી
- નિર્ભિક પત્રકારત્વ, ક્યાં શોધવા જઈશું? ; શેરીએ ગલીએ લોકશાહીની ચોથી જાગીર બનવાની હોડ, પીળા પત્રકાર સામે બંડ પોકારવું જરૂરી
મિલન કુવાડિયા
એક સમય હતો જ્યારે પત્રકારત્વનો વ્યવસાય પત્રકારને સમાજમાં એક આગવું સ્થાન અપાવતો હતો. તેની પાછળનું કારણ એ હતું કે પત્રકાર પોતાના કર્તવ્યને ધર્મ સમજીને નિભાવતો હતો. અધિકારીઓ કે પદાધિકારીઓ જ્યારે આડોડાઈ કરે, અન્યાય કરે ત્યારે એક માત્ર પત્રકાર જ પ્રજાની છેલ્લુ આશાનું કિરણ બનતો હતો. આ પત્રકારો પ્રજાના પ્રશ્ને કોઈ પણ અધિકારીઓ કે પદાધિકારીઓનો પોતાની કલમ વડે કાન આંબડી શકવાની તાકાત ધરાવતા હતા. અને તેઓ સમાજ માટે આવું કરતા પણ હતા. આમ પત્રકારો પ્રજાની ચોથી જાગીર હોવાનો ધર્મ નિભાવતા હતા. એવું બિલકુલ નથી કે હવે આવું પત્રકાત્વ રહ્યું નથી. પણ હા, દીવો લઈને ગોતવા જવું પડે તેવું રહ્યું છે.
(1) પત્રકાર એ લોકશાહીનો રક્ષક છે. તેને પોતાનો ધર્મ ચૂકવો ન જોઈએ
પત્રકારના રૂપમાં રહેલા તોડબાજોને તંત્રએ અને પ્રજાએ બન્ને એ જાકારો આપવો જોઈએ, નહિતર વ્યવસ્થા ખોરવાતા વાર નહિ લાગે વર્તમાન સમયમાં પત્રકારત્વ સેવાના બદલે મેવાનું માધ્યમ બની ગયુ છે. આજે પીળું પત્રકારત્વ ખૂબ ફુલ્યું ફાલ્યુ છે. શેરીએ-ગલીએ મીડિયા બિલાડીના ટોપ માફક ફૂટી નીકળ્યા છે. જેઓ તોડના જ ઇરાદે સમાચારોનું કામ કરતા હોય છે. આવા પત્રકારોને તંત્રએ અને પ્રજાએ જાકારો આપવો જરૂરી બની ગયું છે. જો સ્થિતિ આવીને આવી રહેશે તો વ્યવસ્થા ખોરવાઈ જશે.
(2) શંખનાદ સમાચાર સંસ્થા કોઈ આર્થિક વ્યવહાર કરતું નથી તેની સૌએ નોંધ લેવી
શંખનાદ સમાચાર સંસ્થા છેલ્લા બાર વર્ષથી પત્રકારત્વનો ધર્મ બજાવે છે, અહીં સમાચારની આડમાં એક રૂપિયાનો પણ આર્થિક વહીવટ થતો નથી. જેની સૌએ નોંધ લેવી શંખનાદ સંસ્થા સમાચાર સાથે જોડાયેલા સલીમ બરફવાળા, હરીશ પવાર, દેવરાજ બુધેલીયા, બ્રિજેશ ગૌસ્વામી સહિત અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ શંખનાદના નામે આર્થિક લેવડ-દેવડ કરે તો આપ અવશ્ય મોં 9879275333 પર સંપર્ક કરી શકો છો અને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવા https://chat.whatsapp.com/EhxmrmpdvEG2GUdY7hCQXz
(3) શંખનાદ સંસ્થા જાહેરાત માટે પણ ફોર્સ કરતી નથી
અમને બરોબર ખ્યાલ છે કે પત્રકારત્વ શેત્રમાં ટકી રહેવા તેમજ સમાચાર સંસ્થાને ચલાવવા માટે આર્થિક જરૂરિયાત રહેતી હોઈ છે. જેનો એક વિકલ્પ જાહેરાતનું માધ્યમ પણ છે, છતાં શંખનાદ સમાચાર સંસ્થા જાહેરાત માટે પણ કોઈ ફોર્સ કે દબાણ કરતી નથી જેની સૌ નોંધ લે..