Sihor

શંખનાદ ઈંપેક્ટ ; આખરે સિહોર એસટી બસ્ટેન્ડ ખાતે ખાતે સહાયક કર્મચારીને મુકાયા

Published

on

પવાર

પરમ દિવસે બુધવારે શંખનાદ વિધાર્થીઓનો અવાજ બન્યું, પાસ કાઢવામાં હાલાકી અહેવાલો બાદ એસટી વિભાગના અધિકારીઓએ ગંભીર નોંધ લીધી, એસટી બસ્ટેન્ડ ખાતે વધુ એક સહાયક કર્મી મુકવામાં આવ્યા, વિદ્યાર્થીઓની હાલાકી ઓછી થશે.

સિહોર એસટી બસ્ટેન્ડ ખાતે વિધાર્થીઓને પડતી મુશ્કેલીને લઈ શંખનાદ અવાજ બન્યું છે. વિદ્યાર્થીઓને હવે લાઈનો લગાવીને ઉભા રહેવું નહિ પડે. સિહોર એસટી બસ સ્ટેન્ડ ખાતે શંખનાદના અહેવાલ ને લઈ વધુ એક સહાયક મૂકવાની ફરજ પડી છે. શંખનાદ ખૂબ જ નિડર તટસ્થ, નિષ્પક્ષ તરીકે લોકો ના પ્રશ્ને વાચા આપવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ પુન: ધમધમવા લાગી હતી.

Shankhnad impact ; Finally a support staff was posted at Sihore ST bus stand

જેને પગલે સિહોર ખાતે આવેલી વિવિધ શાળાઓમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અવાર જવર કરતાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. વિદ્યાર્થી શૈક્ષણિક કાર્ય છોડી પાસ કઢાવવા અડધો દિવસ બગડતો હોવાથી ભારે કચવાટ જોવા મળી રહી હતો. પાસો કઢાવવા માટેની લાઈનો જોવા મળતી હતી ત્યારે વિધાર્થીઓનો રોષનો અવાજ શંખનાદ બન્યું હતું બુધવારના અહેવાલો બાદ એસટી વિભાગે સિહોર ઓફિસ ખાતે એક સહાયક કર્મચારી મુક્યા છે ત્યારે હવેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થશે તે હકીકત છે.

Advertisement

Trending

Exit mobile version