Bhavnagar

ભાવનગરમાં જર્જરીત ઈમારત ધરાશાયી થવા મુદ્દે શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યું સત્તાધિશો માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે

Published

on

કુવાડીયા

ભાવનગરના વાઘાવાડી વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહે જણાવ્યુ છે કે પાલિકા માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે. ભાવનગર માધવ હિલ કોમ્પલેક્સના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો. જેમાં અનેક લોકો દટાયા હતા. આ બિલ્ડિંગનો જર્જરીત ગેલેરીનો ભાગ ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યુ છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

Shaktisingh raised questions about the collapse of a dilapidated building in Bhavnagar, saying that the authorities cannot escape responsibility by just issuing a notice.

તેમણે જણાવ્યુ છે કે આ એક અતિ ગંભીર પ્રકારની બેદરકારી છે અને તંત્ર માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે. શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો છે કે પાલિકા નોટિસ આપે છે એનો અર્થ એ થયો કે એમને પહેલેથી જાણ હતી જ કે બિલ્ડિંગ જર્જરીત છે અને પડવાની શક્યતા છે. માત્ર નોટિસ આપ્યા બાદ બેસી રહેવુ એ પણ ગુનાહિત બેદરકારી છે. શક્તિસિંહે જણાવ્યુ કે તમારે આનુવંશિક પગલા લેવા જોઈતા હતા. પાલિકાને જ્યારે જાણ થઈ કે ઈમારત જર્જરીત છે અને નોટિસ આપો છો તો એ આપ્યા બાદ પણ એ વિસ્તાર કદાચ ધરાશાયી થાય તો કોઈને પણ નુકસાન ન થાય તે જોવાની તકેદારી રાખવાના પગલા પાલિકાએ નથી ભર્યા તે હકીકત છે.

Trending

Exit mobile version