Sihor

ભોજપરામાં જાહેરમાં તિનપત્તિના હારજીતનો જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી પાડતી સિહોર પોલીસ, એક ફરાર

Published

on

પવાર

  • વરતેજ પોલીસના તાબા હેઠળ આવતા ભોજપરા ગામે પોલીસની રેડ, 1,80,400 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

સિહોર નજીક આવેલ અને વરતેજ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ભોજપરા ગામની સીમમાં સરાજાહેર તિનપત્તિના હારજીતના જુગારની બાજી માંડીને બેસેલા છ શખ્સોને ઝડપી લીધા હતા. જયારે એક શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ વરતેજ પોલીસ મથકના જવાનો ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગમા હોય એ દરમિયાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, ભોજપરા ગામના પાટીયે આવેલ હોટલ હોંકારા પાછળ અવાવરું સ્થળે કેટલાક શખ્સો તિનપત્તિનો જુગાર રમે છે

sehore-police-nabbed-six-persons-who-were-gambling-on-the-loss-of-tinpatti-in-public-in-bhojpara

જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતાં સાત પૈકી એક શખ્સ નાસી છુટ્યો હતો જયારે છ શખ્સો ઝડપાયા હતાં, જેમાં હરપાલ જીતુ ગોહિલ, જીતુ પરશોતમ બારૈયા, રામ નારાયણ ખમળ, નિર્મળ ભૂપત વેગડ, રઘુ નોંઘા કુવાડીયા તથા બાબુ પરશોતમ મકવાણાને જુગારના પટમાં પડેલ રોકડ રકમ, 5 બાઈક, 2 મોબાઈલ મળી કુલ રૂ.1,80,400 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version