Sihor

સિહોર પોલીસ ગુનાખોરી ડામવા રસ્તા પર ઉતરી : ટપોરીયો – રોમીયોને પાઠ ભણાવ્યો

Published

on

બુધેલીયા – પવાર

પોલીસ દ્વારા આજે મેગા ટ્રાફીક ડ્રાઇવ, લોકોને ટ્રાફિક નિયમ અંગેનો ભણાવ્યો પાઠ : અસામાજિક તત્વો, લુખ્ખાઓ, રોમિયો સામે લાલ આંખ કરતા પોલીસ અધિકારી પી.આઇ ભરવાડ અને ટિમ, બાઈક વાહનો ડિટેયન કર્યા ; અનેક ને દંડ ફટકાર્યા

સિહોર શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા પોલીસ ટીમના અધિકારી અને કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુમાં વધુ સુદ્રઢ બનાવી ગુનાખોરી આચરતા ઇસમોને કડભાષામાં કાયદાનું ભાન થાય તે રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે.

Sehore Police hit the road to stop crime: Taporio – Romeo taught a lesson

શહેર વિસ્તારમાં આવેલ સ્કૂલ, કોલેજ, લેડીઝ હોસ્ટેલ તથા બસ સ્ટેન્ડ, કે જયાં છોકરીઓ, મહીલાઓ જતી આવતી હોય તે વિસ્તારમાં બિનજરૂરી મોટરસાયકલ લઇ આટાફેરા કરી રોમીયોગીરી કરતા લોકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Sehore Police hit the road to stop crime: Taporio – Romeo taught a lesson

તેમજ બિનજરૂરી સ્કૂલ, કોલેજ, લેડીઝ હોસ્ટેલ,બસ સ્ટેન્ડ તરફ રોમીયોગીરી નહી કરવા કડક સુચના કરી બીજી વખત મળી આવ્યે વધુ સખ્ત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ભાષામાં સુચના કરવામાં આવેલ છે.

Advertisement

Sehore Police hit the road to stop crime: Taporio – Romeo taught a lesson

તેમજ ભાવનગર રાજકોટ હાઇવે અને મુખ્ય બજારોમા વાહન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહન, વાહનમાં મોટા હોર્ન તેમજ બેકાબુ બેફિકરાઈ થી ચલાવતા વાહનો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Trending

Exit mobile version