Sihor

સિહોર શહેર કોંગ્રેસ એ ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતાં નવા નીરના વધામણા કર્યા

Published

on

બ્રિજેશ

આજરોજ સિહોર શહેરની જીવાદોરી સમાન ગૌતમ તળાવ ઓવરફલો થતા તળાવ ખાતે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તળાવ માં આવેલ નવા નીર ને પુષ્પહાર અર્પણ કરી મંત્રોચ્ચાર સાથે નવા નીરનું પૂજન કરીને મેઘરાજા અને જળદેવતાનો આભાર વ્યક્ત કરી સિહોર શહેરમાં પાણી ની તંગી ક્યારેય ના આવે તેવી પ્રાથના કરી હતી.

sehore-city-congress-hailed-the-new-neer-as-the-gautameshwar-lake-overflowed

આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ કિરણભાઈ ઘેલડા, દિનેશભાઈ પટેલ, OBC ચેરમેન યુવરાજ રાવ, ચેતનભાઈ ત્રિવેદી,રાજુભાઈ ગોહેલ, છોટુભા રાણા,ધવલસિંહ પલાણીયા, ઈશ્વરભાઈ નમસા તથા ધનદેવભાઈ મકવાણા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

Exit mobile version