Bhavnagar

વડોદરામાં બાળકોનો ચહેરો જોઇને માતા પિતાએ આપઘાત કરવાનું માંડી વાળ્યું

Published

on

  • મૂળ ભાવનગરના દુધાળાના સુસાઇડ નોટ લખી ઘરેથી નીકળી ગયેલો શિક્ષક પરિવાર ઘરે પરત ફર્યો
  • સ્યૂસાઇડ નોટ લખીને પરિવાર સાથે જતા રહેલા શિક્ષક હેમખેમ પરત ફર્યા : હાલ વડોદરામાં રહેતા પરિવાર ઘર છોડીને ક્યાં જતો રહ્યો હતો, તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી

મૂળ ભાવનગરના દુધાળાના વતની અને વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલા કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહેતા શિક્ષક પરિવાર સાથે રહસ્યમય ગુમ થઇ જતા ચકચાર મચી ગઈ હતી. જોકે, આજે આ પરિવાર 19 દિવસે પરત ફરતા સૌ કોઇએ હાશકારો અનુભવ્યો છે. આ પરિવાર આટલા દિવસ અમદાવાદ અને દિલ્હીમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો. વડોદરા,ડભોઇ રોડ કપુરાઇ ચોકડી પાસે કાન્હા આઇકોનમાં રહેતા શિક્ષક દેવું વધી જતા ૨૦ દિવસ  પહેલા સ્યૂસાઇડ નોટ લખીને ઘરેથી નીકળી ગયા હતા.જે આજે પરત હેમખેમ પરત આવી ગયો છે.

પરિવાર ક્યાં ગયો હતો ? તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,મૂળ ભાવનગરના રાહુલ જોશી એક વર્ષ પહેલા પરિવાર સાથે વડોદરા આવ્યા હતા.અને ડભોઇ રોડ કપુરાઇ ચોકડી પાસે કાન્હા આઇકોનમાં રહેતા  હતા.પત્ની,પુત્ર અને પુત્રી સાથે રહેતા રાહુલ જોશી ગત તા.૨૦ મી એ પરિવાર સાથે ઘરને લોક મારીને સ્યૂસાઇડ નોટ લખીને ઘર છોડીને જતા રહ્યા હતા.જે અંગે તેમના ભાઇએ પાણીગેટ પોલીસને જાણ કરી હતી.પોલીસે શિક્ષકના મોબાઇલ નંબરના આધારે તેઓની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ, તેઓની કોઇ ભાળ મળી નહતી.

દરમિયાન આજે શિક્ષક તેમના પરિવાર સાથે હેમખેમ ઘરે પરત આવ્યા હતા.પરિવાર સવારે જ પરત આવ્યો હોવાથી પોલીસ દ્વારા તેઓની  પૂછપરછ હાથ ધરી નથી.પોલીસે શિક્ષકને સાંજે પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવ્યા છે.પૂછપરછ પછી જ પરિવાર અંગે વધુ માહિતી મળશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષક ઘર છોડીને જતા પહેલા એક ચિઠ્ઠી લખીને ગયા હતા.તેમાં ગંભીર આક્ષેપો કર્યા હતા.જે અંગે પોલીસે સુરતના શખ્સની પણ પૂછપરછ હાથ ધરી હતી.

Exit mobile version