Gujarat

રાહુલની ભારત જોડો યાત્રાનો બીજો તબકકો ગુજરાતથી શરૂ થશે : તૈયારીઓ શરૂ

Published

on

પવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-2 ના 15 ઓગષ્ટ કે પછી 2 ઓકટોબરથી શરૂ થશે. રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતથી પ્રારંભ થશે જેમાં હવે પોરબંદરથી પ્રારંભ કરવો કે અમદાવાદમાં વિકલ્પ વિચારાઈ રહ્યો છે. ગુજરાતમાંથી યાત્રા રાજસ્થાનમાં જશે જયાં વર્ષના અંતે ધારાસભા ચુંટણી છે.

Second leg of Rahul's 'Join India' journey to start from Gujarat: Preparations begin

રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા સહિતના જીલ્લાઓને આવરી લેવાના છે તો અન્ય રૂટ પર પણ યાત્રાની શકયતા ચકાસાશે અને યાત્રા રાજસ્થાનથી મધ્યપ્રદેશમાં જશે ત્યાં પણ રાજસ્થાનની સાથે જ ચુંટણીઓ યોજાવાની છે અને ત્યાંથી છતીસગઢ જશે અને ત્યાંથી હરિયાણા જશે. યાત્રા-2 3400 થી 3600 કિમીની હશે.

Exit mobile version