Palitana
પાલીતાણા પાસેના પર્વતીય વિસ્તારમાં સાવજ પરિવારના ધામા : આઠેક વનરાજે કર્યો મુકામ
બરફવાળા
- કુંઢડાથી રાજપરા સુધીના જંગલ-રેવન્યુ ભાગમાં આંટાફેરા : ખેડૂતોને નિયમિત થતા સિંહદર્શન
એક સમયે માત્ર ગાંડીગીરનું ઘરેણું ગણાતા એશિયાટિક સાવજ છેલ્લા એકાદ દસકા થી ગોહિલવાડ નું ઘરેણું બની રહ્યા છે.જેમાંના આઠેક સાવજો નું એક ગ્રુપ તળાજાના કુંઢડા થી લઈ ને પાલીતાણા ના રાજપરા ગામ સુધીના જંગલ અને રેવન્યુ વિસ્તારોમાં વિચરણ કરતા આ વિસ્તારના ખેડૂતોની નજરે ચડતા સિંહ દર્શનના લ્હાવા સાથે સાવજોના ફોટાઓ વાયરલ થયા છે. જોકે તેમાં કોઈ જ વ્યક્તિ દેખાતા નથી. ભાવનગર જિલ્લાના તળાજા ના દરિયાકાંઠા ના ગામડાઓ ની રિઝર્વ ફોરેસ્ટ અને સિમ ખેતરમા સાવજો ની દહાડ સંભળાતી હતી.
એ દહાડ ને કોઈની બુરી નઝર લાગી છે.જેને લઈ દોઢેક વર્ષથી આ વિસ્તારમાં સિંહ પરિવાર નો વસવાટ નથી. પરંતુ ગેબરનું જંગલ અને પર્વત માળા કુંઢડા વિસ્તારને લગતું હોય અને એજ પર્વતીય પ્રદેશ પાલીતાણા ફોરેસ્ટ વિભાગને ભળતો હોય અહીં જંગલના રાજા પરિવાર સાથે વિચરણ કરતા જોવા મળે છે. જેમાનું એક ગ્રુપ જે લગભગ આઠેક સિંહ પરિવાર નું છે.જેમાં એક બાળ સિંહ પણ છે તેવું ગ્રુપ આજકાલ અહીં રેવન્યુ વિસ્તારમાં જોવા મળતા અહીંના ખેડુતો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.વાડીઓમાં સાવજ પરિવાર ધામા નાખે છતાંય તેને ખલેલ ન પહોંચે સાથે સિંહ દર્શન પણ માણી રહ્યા નું જાણવા મળી રહ્યું છે.