Sihor
સિહોર તાલુકાના લોકભારતી સણોસરામાં સાત્વિક સામગ્રીના વેચાણ કેન્દ્ર ‘લોકહાટ’ પ્રારંભ થયો
પવાર
કૃષિ ઉત્પાદનો સાથે વિવિધ ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન અને વેચાણ
સિહોર તાલુકાના સણોસરા ખાતેની લોકભારતી સંસ્થામાં સાત્વિક સામગ્રીના ‘લોકહાટ’ વેચાણ કેન્દ્રનો પ્રારંભ થયો છે. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે ગ્રામવિકાસના વિવિધ આયામો સાથે કાર્યરત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે કૃષિ ઉત્પાદનો સાથે વિવિધ ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન અને વેચાણ હેતુ ‘ ‘ગ્રામહાટ’ કેન્દ્રનો પ્રારંભ શિક્ષણવિદ્દો શ્રી મનસુખ સલ્લા તથા શ્રી ભદ્રાયુ વછરાજાનીના હસ્તે કરાયેલ છે.
લોકભારતી વિશ્વવિદ્યાલય અંતર્ગત આ લોકહાટ ખાતે સ્થાનિક ગૌશાળા, કૃષિવિભાગ સાથે સંસ્થાના વિભાગો અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ઉત્પાદિત તેમજ નિર્મિત સાત્વિક સામગ્રી વેચાણ લાભ મળશે. અહી શાકભાજી, ઘી, નાસ્તાની સામગ્રી વગેરે સામગ્રી ઉપલબ્ધ છે. કૃષિ ઉત્પાદનો સાથે વિવિધ ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન અને વેચાણ અહીં જ થતાં ઉપભોક્તા માટે ખાતરીબંધ ખરીદી શરૂ થયેલ છે.