Sihor

સિહોર વળાવડ ખાતે આવેલ સચ્ચિદાનંદ ગુરૂકુળ સ્કૂલની વેકેશનની મોજ મસ્તી પૂર્ણ થઈ : શૈક્ષણિક સત્રનો થયો પ્રારંભ

Published

on

પવાર

સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ પ્રવેશોત્સવ સહિત કાર્યક્રમ સાથે શૈક્ષણિક સત્ર શરૂ થયું

સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે ગઈકાલે સિહોર શહેરમાં પણ વેકેશનનો સમયગાળો પૂર્ણ થયો છે, અને ગઈકાલથી સિહોરની શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. ત્યારે વિદ્યાર્થીઓ ગઈકાલે પોતાના નવા શૈક્ષણિક સત્ર માટે શાળાએ પહોંચ્યા હતા ફરીથી વિદ્યાર્થીઓની કિકિયારીથી ગાજી ઊઠી છે. તમામ સરકારી શાળાઓ તથા ખાનગી સ્કૂલોમાં વેકેશનનો સમયગાળો પૂર્ણ થયો છે, અને શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. કેટલીક શાળાઓમાં ડી.જે. વગાડીને અથવા તો બેન્ડ વગાડીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથો સાથ કુમકુમ તિલક કરીને પણ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.

Satchidanand Gurukul School at Sihore Bhavad completes its vacation fun: academic session begins
Satchidanand Gurukul School at Sihore Bhavad completes its vacation fun: academic session begins
Satchidanand Gurukul School at Sihore Bhavad completes its vacation fun: academic session begins

ત્યારે સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ પ્રવેશોત્સવ સહિત કાર્યક્રમ સાથે શૈક્ષણિક સત્ર શરૂ થયું હતું વૃક્ષારોપણ તથા પ્રવેશોત્સવ સિહોર તાલુકા ના વળાવડ ગ્રામ પંચાયતના સરપંચ સુરાભાઈ કરમટીયા ના વરદ હસ્તે કુમકુમ તિલક કરી બાળકોને પ્રવેશ અપાયો હતો. બાળકોમાં કલરવ થી સ્ફુલ પટાંગણ ગુંજી ઉઠ્યું હતું

Exit mobile version