Sihor

સિહોરના ધ્રુપકા પ્રાથમિક શાળામાં સાડી દિવસની ઉજવણી કરવામાં આવી.

Published

on

બ્રિજેશ

દરેક પ્રદેશ દરેક રાજ્યની પોત પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ હોય છે એ ઓળખ એમના રહેઠાણ , વ્યવસાય ભાષા અને પહેરવેશ પરથી જણાય આવે છે પહેરવેશ માં પણ સ્ત્રી અને પુરુષમાં વિભિન્નતા હોય છે ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં બહેનો માટે સાડી એ એમની આગવી ઓળખ છે

sari-day-was-celebrated-at-dhrupka-primary-school-in-sihore

ગુજરાતી સ્ત્રીઓની સાડી પહેરવાની રીત પરથી દેશમાં અન્ય રાજ્યની બહેનો પણ વિવિધ રીતે સાડી પહેરતી થઇ અને આપણી બહેનોના પહેરવેશને એક આગવી ઓળખ મળી. ત્યારે આવા આપણા સાંસ્કૃતિક વારસાને હવે પશ્ચિમી પહેરવેશનું ગ્રહણ લાગ્યું છે , આપણો આ સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે એ ઉમદા હેતુથી શાળામાં સાડી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

sari-day-was-celebrated-at-dhrupka-primary-school-in-sihore

ગુજરાતનું ટ્રેડિશનલ ડ્રેસ એવી સાડી પ્રત્યે દીકરીઓ માહિતગાર થાય જેમ કે સાડી કેમ પહેરવી , પહેરવાના પ્રકાર, સાડીના પ્રકાર વગેરે જાણે તે માટે ધોરણ 6 થી 8 ના બહેનોએ આજે સાડી પહેરી સાડી દિવસ ઉજવ્યો સારી રીતે તૈયાર થનાર ધોરણ 6 થી 8માં ધોરણ મુજબ પ્રથમ ત્રણ નંબર મેળવનાર બાળકોને શાળા તરફથી પ્રમાણપત્ર અને શાળાના શિક્ષક નરેશભાઈ બારૈયા તરફથી પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા.આ તકે શાળા પરિવાર કાર્યક્રમનું સુચારુ આયોજન કરનાર શિક્ષક શ્રી નરેશભાઈ બારૈયા અને સમગ્ર શાળા સ્ટાફનો આભાર વ્યક્ત કરે છે.

Advertisement

Trending

Exit mobile version