Gujarat

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Published

on

  • GPBS ‘દેશ કા એકસ્પો’ એવરેસ્ટની ઉંચાઇ ધારણ કરશે

રાજકોટઃ આગામી જાન્યુઆરી મહિનો દેશના ઉદ્યોગવીરો માટે સ્પેશ્યલ ગિફ્ટ લઇને આાવી રહ્યો છે. કારણ કે સરદારધામના નેજા તળે GPBS – 2024 અંતર્ગત સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટમાં તા. ૭, ૮, ૯, ૧૦ જાન્યુઆરી ર૦૪. “દેશકા એકસ્પો’નું ભવ્યાતિભવ્ય આયોજન થયું છે, જેની તૈયારીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારત. મેઇક ઇન ઇન્ડિયા, યુવાઘનને ઉદ્યોગ સાહસિક્તા, સ્ત્રીસશક્તિકરણ જેવા પ્રોજેક્ટ થકી ભારતને સ્વનિર્ભર બનાવી નિકાસવૃધ્ધિ કરવાનું સપનું સેવ્યું છે. જેને સાકાર કરવા સરદારધામે બીડું ઝડપ્યું છે. જુડેગા ઇન્ડિયા, બઢેગા ઇન્ડિયા”નો મંત્ર આપીને આગામી જાન્યુઆરીમાં રાજકોટમાં યોજાનારા એકસ્પો થકી દેશના ઘરેણું ઉદ્યોગો અને આપણી પોતાની બ્રાન્ડને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ થશે. દેશ કા એક્સ્પોના માધ્યમ થકી દેશવિદેશના ટોપ ટુ બોટમ કેટેગરીના ઉદ્યોગકારો, એકિઝબિટર્સ ઇન્ટરનેશનલ એકચ્યુઅલિ બાયર્સ અને લાખો વિઝીટર્સ એક મંચ પર એકત્ર થઇ એકબીજા સાથે બીઝનેશ – કનેક્શનમાં આવશે ને ઉદ્યોગોમાં હરણફાળ ક્રાંતિ આવશે ને એમ ઉદ્યોગોનો સર્વાંગી વિકાસ થશે.

Sardar Dham Inspired Expo Will Build New India: Prime Minister's Dream Will Come True

દેશના સફળ અને નામી ઉદ્યોગકારો દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અને પ્રેરણા તથા મહિલા સાહસિકોને સશક્ત કરી તેમની આવડતનો લાભ મળે એવી વ્યવસ્થા આ એક્સ્પોમાં કરવામાં આવશે. જેથી જાન્યુઆરી ૨૦૨૪નો રાજકોટનો એકસ્પો ‘ખાસ’ બની રહેશે

૧ લાખ સ્ક્વેર મીટર જગ્યા પર યોજાનારા એકસ્પોમાં ૩૫ દેશોના ઉદ્યોગકારોના ૧૧૦૦ થી વધુ સ્ટોલ્સ હશે. મલ્ટીકેટેગરી અને ઓપન ફોર ઓલ એવા એકસ્પો માટે અત્યારથી જ સ્ટોલ મેળવવા પડાપડી થઇ રહી છે ને વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલની ફાળવણી થઇ રહી છે. ૧૦ લાખથી વધુ મુલાકાતીઓ જયાં મુલાકાત લેવાના છે . એવા એકસ્પોના સ્પોન્સર બની GPBSના સ્વપ્નને સાકાર કરવા ઉદ્યોગકારોને પોતાની બ્રાન્ડને જોડવાની અમૂલ્યક તક પ્રાપ્ત થશે. ઉદ્યોગવીરોને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેલર્સ બાયર્સ મળશે, સાથોસાથ અદ્યતન ટેકનોલોજીથી અવગત થવાનો મોકો મળશે. એકસ્પોમાં નવા ડીલર, ડિસ્ટ્રિબ્યુટર્સ અને રીટેલર્સની એક નવી ચેનલનું નિર્માણ થશે. એક્સ્પોના ઈવેન્ટ ઓર્ગેનાઇઝર સરધાર ધામ અને ઇવેન્ટ પાર્ટનર શ્યામ આર્ટ ગ્રુપ ઓફ કંપનીઝના સાહસને વધાવવા ડાયમંડ સ્પોન્સર અર્જુન જવેલર્સ, પ્લેટીનિયમ સ્પોન્સર ઉમિયા ટી અને યુનિટી સીમેન્ટ તથા ગોલ્ડ સ્પોન્સર કિંગ પાઇપ્સ તથા રેન્જ સીરામિક સ્પોન્સર બન્યા છે. આવી ખ્યાતનામ બ્રાન્ડ જયારે સાથે હોય ત્યારે એક્સ્પોનું લેવલ કેટલું ઉંચું હશે એ કહેવાની જરૂર રહેતી નથી.

Sardar Dham Inspired Expo Will Build New India: Prime Minister's Dream Will Come True

ગુજરાતભરમાં GPBS એકસ્પોના પ્રમોશનલ પ્રોગ્રામો યોજાઇ રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ભવ્ય પ્રમોશન યોજાયું તો રાજયના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષપદે જામનગરમાં પણ પ્રમોશનલ પ્રોગ્રામ થયો, જયાં ઉપસ્થિત મહાનુભાવો, ઉદ્યોગકારોએ રાજકોટના એકસ્પોને એવરેસ્ટ જેટલી ઊંચાઈનો બનવવા શંખનાદ કર્યો હતો.

Advertisement

Exit mobile version