Food
અહી એક બે નહીં પરંતુ 40 વેરાયટીમાં મળે છે સમોસા!
સમોસા એ તળેલી અથવા બેક કરેલી પેસ્ટ્રી છે. જેમાં મસાલેદાર બટાકા, ડુંગળી અને વટાણા જેવા શાકભાજીનો સમાવેશ થાય છે. તે ત્રિકોણાકાર, શંકુ અથવા અર્ધ ચંદ્રના આકારમાં જોવા મળે છે. સમોસા મોટાભાગે ચટણી સાથે ખવાય છે. સમોસા એ દક્ષિણ એશિયા, મધ્ય-પૂર્વ એશિયા, પૂર્વ આફ્રિકા જેવા દેશોની લોકપ્રિય વાનગી છે.ઈરાનમાં આ વાનગી 16મી સદી સુધી લોકપ્રિય હતી. પરંતુ 20મી સદી સુધીમાં તેની લોકપ્રિયતા અમુક પ્રાંતો સુધી મર્યાદિત હતી. સમોસા એ પશ્ચિમ ભારતના ગુજરાતી ભોજનમાં જોવા મળતી આઈટમ છે. તે ઘઉંના લોટ અને તેલમાં તળીને બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે નાસ્તા દરમિયાન પીરસવામાં આવે છે.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રખ્યાત સમોસાની શોપ જે અમદાવાદમાં સૌથી મોખરે છે. જેનું નામ મિસ્ટર મિર્ચીલાલ સમોસા છે. જ્યાં લોકો કચ્છ, રાજકોટ, વડોદરા, સુરત જેવા મોટા શહેરોમાંથી દૂર દૂરથી સમોસાની મોજ માણવા આવે છે. જેમાં નમકીન વેરાયટી સમોસામાં હોટ સ્પાઈસી, હોટ ચીઝ, હોટ પનીર, કોલ્ડ સમોસા વગેરે જેવા 40 થી પણ વધારે સમોસામાં વેરાયટી જોવા મળે છે. તથા દરેક નમકીન વસ્તુઓની ઓછામાં ઓછી 6-7 જેટલી વેરાયટી પણ મળી રહે છે. જેનો ભાવ (Rate) 20 રૂપિયાથી લઈને 90 રૂપિયા સુધીમાં મળી રહે છે. આ સમોસાનો ભાવ તેના ટેસ્ટ (Test) આધારિત અલગ-અલગ હોય છે. આ સમોસા બનાવતા શેફનું નામ મિર્ચીલાલ છે. જે 18 વર્ષથી સમોસા બનાવવાનો અનુભવ ધરાવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આટલી મોટી શોપ એક કપલ ચલાવી રહ્યું છે. તેમના ગાથાની વાત કરીએ તો કોરોનાની) કપરી પરિસ્થિતિ બાદ અસામાન્ય સ્થિતિમાં ધીમે ધીમે સમોસા વેચવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ લોકોની તેમના પ્રત્યેની લાગણી અને ટેસ્ટી (Testy) નમકીન વસ્તુની લોકોમાં માંગ વધતા તેમણે શોપ ચાલુ કરી. કોરોના પહેલા બોપલ, નિરમા યુર્નિવસિટી, નિકોલ, બાપુનગર જેવા વિસ્તારમાં સ્ટોલ હતા. જે કોરોના જેવી મહામારીમાં બંધ કરવા પડ્યા હતા. અત્યારે આખા અમદાવાદમાં મિસ્ટર મિર્ચીલાલ સમોસાવાળાના નામે પ્રખ્યાત બની ગયા છે.
જેમાં લોકોમાં અતિ પ્રિય ગણાતા સમોસાની 40 થી પણ વધારે વેરાયટી જોવા મળે છે. સમોસા પણ માર્કેટમાં અલગ-અલગ ફ્લેવરમાં જેવા કે ચોકલેટ, કોકોનટ, મેંગો, પાલક પનીર, બર્ગર, ચીઝ ચિલી કોર્ન, પંજાબી પનીર, પાસ્તા, દિલ્લી ચાટ, ડેઝર્ટ જેવી અનેક જાતોમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત સમોસા બનાવવા માટેની પદ્ધતિમાં પણ વિવિધતા છે. પરંતુ સામાન્ય રીતે નીચેની પદ્ધતિ વધારે પ્રમાણમાં જોવા મળે છે.