International
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીના કર્યા વખાણ! કહ્યું: મોદીની લીડરશિપમાં ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે, રશિયા પાસે આવું કરવાનો કોઈ ઈરાદો નથી. પણ ત્યાંના સંઘર્ષને પશ્ચિમ દેશો દ્વારા પોતાના વૈશ્વિક પ્રભુત્વને સુરક્ષિત કરવા માટે કથિત પ્રયાસોનો ભાગ ગણાવ્યો હતો. તેની સાથે જ તેમને ભાર આપ્યો કે, વૈશ્વિક પ્રભુત્વના પશ્ચિમના પ્રયત્નો નિષ્ફળ રહેશે. પુતિને આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ નિષ્ણાંતોના એક સંમેલનને સંબોધન કરતા વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમી દેશો પર ખૂબ પ્રેશર કર્યું, પણ તેઓ કોઈના દબાણમાં આવ્યા નહીં. તેમણે કહ્યું કે, ભારતે સ્વતંત્ર દેશ તરીકે લાંબી સફર ખેડી છે. પીએમ મોદીની લીડરશિપમાં ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. પુતિને પીએમ મોદીને એક મહાન દેશભક્ત ગણાવ્યા છે અને કહ્યું કે, તેમની લીડરશિપમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતમાં શાનદાર આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પીએમ મોદીની સ્વતંત્ર વિદેશ નીતિના કારણે ભારત ઝડપથી આગળ વધી રહ્યો છે.
પુતિને પોતાના લાંબા ભાષણમાં અમેરિકા અને તેના સહયોગીઓ પર ભારે ટાર્ગેટ કર્યો હતો. તેમણે અમેરિકા અને તેના સહયોગી પર પ્રભુત્વના ખતરનાક, રક્તરંજિત અને ગંદા ખેલમાં અન્ય દેશો પર પોતાની શરતો થોપવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો. પુતિને દલીલ આપી છે કે, દુનિયા એક મહત્વના મોડ પર છે, જ્યાં પશ્ચિમ હવે માનવ જાતિ માટે પોતાની ઈચ્છા થોપવા માટે સક્ષમ નથી. પણ તેમ છતાં આવું કરવાની કોશિશ કરતું રહે છે અને મોટા ભાગના દેશો હવે તેને સહન કરવા નથી માગતા. તેમણે દાવો કર્યો કે, પશ્ચિમી નીતિઓએ અને તેનાથી વધારે અરાજકતા ઊભી થશે.
પુતિને દાવો કર્યો કે, માનવજાતિને હવે પસંદ કરવાનું છે કે સમસ્યાઓ વેઠતું રહેવું છે જે કોઈ પણ ભોગે કચડવા માગે છે અથવા એવા સમાધાન શોધવાની કોશિશ કરવી છે, જે શક્ય છે કે આદર્શ ન હોય, પણ તેમ છતાં પણ કામ કરશે અને દુનિયાને વધારે સ્થિર અને સુરક્ષિત બનાવી શકશે.પુતિને કહ્યું કે રશિયા પશ્ચિમી દેશોનો દુશ્મન નથી, પણ પશ્ચિમી નવ ઉદારવાદી અભિજાત વર્ગના ફરમાનનો વિરોધ કરવાનું ચાલુ રાખશે.