Sihor

સિહોરના રાજપરાના બમ્પ પાસે તૂટેલો ભાંગેલો રસ્તો અને ખાડા પડી ગયા છે : ત્વરિત યોગ્ય કરો

Published

on

ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ સિહોર ચેપ્ટરે રોડ વિભાગને લખીને આપ્યું કે રાજપરા પાસે બમ્પ આખો તૂટી ગયો છે, મસમોટા ખાડાઓ પડી ગયા છે, ખૂબ ગંભીર બાબત છે ત્વરિત યોગ્ય કરવાની માંગ

ભાવનગર જિલ્લાના મોટાભાગના રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં થઈને પડ્યા છે. ત્યારે સિહોર થી ચારે દિશામાં જવાના મોટાભાગના રસ્તાઓ કથળી ને ધુળીયે માર્ગ બન્યા છે. ત્યારે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ સિહોર ચેપ્ટરે રોડ વિભાગને લખીને આપ્યું કે રાજપરા પાસે બમ્પ આખો તૂટી ગયો છે, મસમોટા ખાડાઓ પડી ગયા છે, ખૂબ ગંભીર બાબત છે ત્વરિત યોગ્ય કરવાની માંગ ચેપ્ટરે કરી છે શંખનાદ કાર્યાલય ખાતે ચેપ્ટરની આવેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે સિહોર ભાવનગર રોડ પર રાજપરા ગામે આવતા જ મોટો બમ્પ બનાવવામાં આવેલ છે આ બમ્પ આખો તુટી ગયેલ છે અને મસમોટા ખાડા પડી જવાથી ત્યાંથી પસાર થતા તમામ વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને નાના મોટા અકસ્માત પણ થતા રહે છે.

Ruined road and potholes near Rajpara bump in Sihore: fix immediately

ભાવનગર રાજકોટ હાઇવે અતિ વ્યસ્ત રોડ હોઇ દરરોજ સેંકડો નાના મોટા વાહનો પસાર થાય છે તે તમામ વાહનોને પોતાનું વાહન નુક્શન ન થાય તે રીતે પસાર કરતા ઈધણ વેડફાય છે તેમજ વાહનને નાનું મોટું નુકશાન થાય છે જેથી લોકો ત્રસ્ત થઇ ગયા છે તેમાં ઉલ્લેખ છે કે અગાઉ રજુઆતને લીધે આપની કાર્યવાહીથી ત્યાં બમ્પ પાસે પાણી નીકળતુ હતુ તે બંધ થયું છે પરંતુ હાલ આ આખો બમ્પ નવેસરથી યોગ્ય ધોરણસરની પ્રમાણિત ડીઝાઇન સાથે રીફલેકટર પટ્ટા મારી વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી તેવી માંગ અને રજુઆત ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ સિહોર ચેપ્ટરે કરી છે બીજી બાજુ ભાવનગર રાજકોટ હાઇવે પર ઠેક ઠેકાણે અસંખ્ય ખાડા પડી ગયેલા છે જે હજુ સુધી રિપેર થયા નથી માટે આ બાબત ખૂબ ગંભીર હોઇ સત્વારે યોગ્ય કાર્યવાહી કરવા પણ ચેપ્ટરે રજુઆત કરી છે

Exit mobile version