Sihor

સિહોરના સોનગઢ ખાતેની ચેક પોસ્ટ પર પોલીસની રાઉન્ડ ધ કલોક ચેકીંગ ડ્રાઈ : પોલીસ અને ચૂંટણી અધિકારી ખડેપગે

Published

on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાવનગર જિલ્લાની બેઠકો પર ચૂંટણી વાતાવરણ જામ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે ચેકીંગ થઈ રહ્યું છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને ચૂંટણી અધિકારીઓ ખડેપગે છે. સિહોરના સોનગઢ ચેક પોસ્ટ પર મોટા પાયે વાહન ચેકીંગ થઈ રહ્યું છે.

round-the-clock-checking-by-the-police-at-the-check-post-at-songadh-in-sihore-police-and-election-officials-are-in-trouble

તંત્ર અને પોલીસ રાઉન્ડ કલોક કામગીરી કરીને કાર્યવાહી કરે છે અને ચૂંટણી અધિકારીઓની ખાસ દેખરેખ રહે છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, ભાવનગર જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા તપાસ, સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

round-the-clock-checking-by-the-police-at-the-check-post-at-songadh-in-sihore-police-and-election-officials-are-in-trouble

રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, એલસીબી, એસઓજી સહિતની બ્રાંચો, અર્ધ લશ્કરી દળના જવાનો સંબંધિત એરિયા ડોમીનેશન, ફૂટ પેટ્રોલીંગ, અટકાયતી પગલાંઓ, ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ વગેરે રાઉન્ડ ધ કલોક કામગીરી થઈ રહી છે

Trending

Exit mobile version