Bhavnagar
રો-રોએ શ્વાસ અધ્ધર કર્યા : વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ રોરો ફેરી સર્વિસમાં વધુ એક વખત ધાંધીયા આવ્ય બહાર
કાર્યાલય
ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે રો રો ફેરી સર્વિસ શરૂ કરી સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડી વિકાસનો નવો આયામ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સર્જાયો છે, પરંતુ ફેરી સંચાલક કંપનીની બેદરકારીને આ ચમકતા પ્રોજેક્ટને ઝાંખપ લગાવાનું કામ અનેકવાર કર્યું છે. અગાઉ દિવસો સુધી ફેરી બંધ રાખી મનમાની કરાઈ હતી અને ફેરી બંધ હોવાના અલગ અલગ ખોટા કારણો આપેલ.
ફેરી સર્વિસ વારંવાર મોડી થવી તે જાણે પરંપરા બની હતી. તેવામાં મધદરિયે વધુ એક વખત જહાજ ઉભુ રહી જતા યાત્રિકોના શ્વાસ અધ્ધર કરતી વધુ એક ઘટના બનવા પામેલ.હજીરાથી ઘોઘા આવી રહેલ રો-રો ફેરીનું વોએજ સિમ્ફની જહાજ ફરી એકવાર મધ દરિયે બંધ પડ્યું હોવાની ઘટના સામે આવી છે,
વડાપ્રધાન મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે પરંતુ ફેરી સંચાલક કંપની યાત્રીઓની સુવિધા અંગે ગંભીર નથી, વર્ષો જૂના ભંગાર જહાજ સેવામાં લગાવી દેવાયાનો ગણગણાટ પહેલેથી જ છે તેવામાં મધદરિયે જહાજ ઉભુ રહી જવાની આ ઘટના એ તે વાત જાણે પુરવાર કરી છે, ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની આ ઘટના પહેલી નથી.!
આ વખતેની ઘટનામાં મળતી વિગતો મુજબ ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસનું વોએજ સિમ્ફની જહાજ મધ દરિયે ફરી એકવાર બંધ પડ્યું હતું,સુરતના હજીરા બંદરેથી મંગળવારે સાંજના પાંચ કલાકે ઉપડેલું જહાજ મધ દરિયે બંધ પડયુ હતું,ત્યારે બંધ પડેલ વોએજ સિમ્ફની જહાજને ટગ દ્વારા ટોઈંગ કરીને ઘોઘા લાવવામાં આવ્યું હતું, હજીરાથી સાંજે ૫ કલાકે ઉપડેલું જહાજ રાતે ૧૨ કલાકે ઘોઘા ખાતે પહોંચ્યું,જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લગ્ન પ્રસંગ અને બીજા કામ સબબ નીકળેલ યાત્રીઓ મધદરિયે મુસાફરીના સમય ઉપરાંત વધુ ચાર કલાક ગોંધાયેલા રહ્યા હતા, આ કારણે અનેક લોકોના શિડ્યુલ વિખેરાઈ ગયા હતા. તો માલ વાહક વાહનો પણ તેના નિયત સ્થળે સમયસર પહોંચી શકેલ નહિ. વારંવાર બનતા આવા બનાવો અંગે પગલા ભરવા લોકમાંગ પ્રબળ બની છે.