Bhavnagar
ભાવનગર કલેકટર બન્યા આર.કે.મહેતા : આજે વિધિવત ચાર્જ સંભાળ્યો, કહ્યું જિલ્લો સારી રીતે આગળ આવે તેવા પ્રયત્નો કરીશ
બરફવાળા
ભાવનગરના કલેકટર ડી.કે.પારેખની ગાંધીનગર સીએમઓમાં ખાસ અધિકારી તરીકે બદલી થઈ હતી, તેમના સ્થાને ગાંધીનગર માહિતીના ડાયરેક્ટર આર.કે.મહેતાની નિમણુંક કરવામાં આવી હતી, સિંગલ ઓડર્ર ગુરૂવારે મોડી સાંજે કરવામાં આવ્યો હતો. દરમ્યાનમાં આજરોજ નવનિયુક્ત કલેકટર આર.કે. મહેતાએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ભાવનગરના નવનિયુક્ત કલેકટર આર.કે. મહેતાએ વિધિવત્ ચાર્જ સંભાળતાની સાથે પ્રથમ સર્કિટ હાઉસ ખાતે પૂર્વ કલેક્ટર પરીખ સહિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
ત્યારબાદ કચેરી ખાતે આવીને ભાવનગરનાં કલેકટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો, રાજ્ય સરકાર દ્વારા ગત ગુરૂવારે મોડી સાંજે ભાવનગર જિલ્લા કલેકટર ડી. કે. પારેખની ગાંધીનગર સીએમઓમાં ખાસ અધિકારી (ઓએસડી)તરીકે જ્યારે તેમના સ્થાને ગાંધીનગર ખાતેના માહિતી વિભાગના ડાયરેક્ટર આર. કે. મહેતાની નિમણુંક કરવામાં આવી હતી. આ અંગે નવનિયુક્ત કલેક્ટર આર.કે.મહેતાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળતા જ જણાવ્યું હતું કે હું જિલ્લાની પરિસ્થિતિથી, જિલ્લાના પ્રશ્નોથી હું વાકેફ થઈ રહ્યો છું અને અપેક્ષા મુજબ હું સારી રીતે આગળ લઈ જવાનો મારો પ્રયત્ન રહશે..