Sports

રિષભ પંતે કરી અંદરની વાત: આ ખેલાડી પોતાના અનુભવથી જ ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતાડી દેશે

Published

on

ભારત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ રમશે. આ મેચ પહેલા ભારતીય ટીમના વિકેટ કીપર બેટર રિષભ પંતે જણાવ્યું છે કે આખરે તે કયો બેટર છે, જે આ વખતે ભારતને ટી-20 વર્લ્ડ કપ 2022ની ટ્રોફી જીતાડી શકે છે. સ્ટાર વિકેટકીપર બેટર રિષભ પંતે ભારતીય ટીમના સૌથી ખતરનાક બેટર વિરાટ કોહલી પર દાવ લગાવ્યો છે. રિષભ પંતનુ કહેવુ છે કે વિરાટ કોહલીનો અપાર અનુભવ દબાણની સ્થિતિ સામે લડવામાં મદદ કરે છે. રિષભ પંતે આ સાથે આશા દર્શાવી છે કે વિરાટ કોહલી પાકિસ્તાન સામે રવિવારે 23 ઓક્ટોબરની ટી-20 વર્લ્ડ કપની મેચમાં મોટો કમાલ કરીને બતાવશે. રિષભ પંતે કહ્યું, વિરાટ કોહલી હકીકતમાં તમને શિખવાડી શકે છે કે દબાણની પરિસ્થિતિ સામે કેવીરીતે લડવાનુ છે, જેનાથી ભવિષ્યમાં તમને તમારા ક્રિકેટ પ્રવાસમાં મદદ મળી શકે છે. તેથી તેની સાથે બેટીંગ કરવી હંમેશાની જેમ સારું છે.

Exit mobile version