Jamnagar

રીવાબા બન્‍યા કાળઝાળ : માડમ-મેયરને તતડાવ્‍યા

Published

on

બરફવાળા

જામનગરમાં ભાજપની આબરૂના જાહેરમાં ધજાગરા : શિસ્‍તબધ્‍ધ પક્ષનો ‘આંતરિક ધુંધવાટ’ ફુંફાડા મારીને બહાર આવ્‍યો : મહિલા ‘ત્રિપુટી’નો તડાફડી બોલાવતો વિડીયો વાયરલ : ‘બા’એ મેયરને ચોપડાવ્‍યું… ઔકાતમાં રહેજો… વધુ સ્‍માર્ટ બનવાના પ્રયાસો ન કરો : સાંસદ પુનમબેન માડમને રીવાબાએ સ્‍પષ્‍ટ કહી દીધું…સળગાવવાવાળા તમે જ છો… હવે ઠારવાનો પ્રયાસ ન કરો

જામનગરના ભાજપના ધારાસભ્‍ય રીવાબા જાડેજાએ સાંસદ પુનમબેન માડમ અને મેયર બીનાબેન કોઠારીને તતડાવી નાખતા સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના ભાજપના રાજકારણમાં ભારે ગરમાવો વ્‍યાપી ગયો છે. જેના વિડીયો પણ સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતા આ વાત ભાજપ હાઇ કમાન્‍ડ સુધી પહોંચી ગઇ છે. શિસ્‍તબધ્‍ધ તરીકે જાણીતા ભાજપ પક્ષમાં જ અંદરખાનેનો ધુંધવાટ બહાર આવતા ભારે ચર્ચા જાગી છે. રીવાબા જાડેજા, પુનમબેન માડમ અને બીનાબેન કોઠારીની ત્રિપુટીના વિડીયાથી રાજકીય ગરમાવો વ્‍યાપ્‍યો છે. જામનગરમાં મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્‍ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્‍ચે ચકમક ઝરતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. પ્રાપ્ત માહીતી મુજબ જામનગરમાં આજે મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત શહીદ સ્‍મારકનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

Rewaba Banya Kalzal : Madam-Mayor got angry

જેમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્‍ય રીવાબા જાડેજા, દીવ્‍યેશભાઇ અકબરી, મેયર   બીનાબેન કોઠારી, સહીતના ઉપસ્‍થિત રહયા હતા. આ દરમિયાન રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્‍ચે કોઇ કારણસર ચકમક ઝરી હતી. રીવાબાએ મેયર બીનાબેન કોઠારીને સ્‍પષ્‍ટ કહી દીધું હતું કે ઔકાતમાં રહો, તમારે વધારે સ્‍માર્ટ બનવાની જરૂર નથી. તો મેયરે વળતો જવાબ આપ્‍યો હતો કે ઔકાતમાં રહો એટલે ? આંખો તો ન જ કાઢો સમજયા, આઘા રહો તમે એક મેયર સાથે વાત કરો છો ઠીક છે. આ ડખ્‍ખો થતા સાંસદ પુનમબેન માડમે મધ્‍યસ્‍થી કરતા તેમને પણ રોષનો ભોગ બનવુ પડયું હતું અને રીવાબા જાડેજાએ સાંસદ પુનમબેન માડમ ઉપર પણ ગુસ્‍સો ઠાલવ્‍યો હતો અને પુનમબેન માડમને કહી દીધું હતું કે સળગાવવાવાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો. આ દરમિયાન જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ પણ ધારાસભ્‍ય રીવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અંતે થોડા સમય પછી બધા વિખેરાઇ જતા મામલો થાળે પડયો હતો. આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશ્‍યલ મીડીયા પણ વાયરલ થયા છે.

Advertisement

Trending

Exit mobile version