Sihor
સિહોરમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂનૉમેન્ટનો શાનદાર પ્રારંભ ; શહેર ક્રિકેટમય બન્યું
દેવરાજ
સમગ્ર દેશમાં આઈ.પી.એલ. ક્રિકેટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધારી આશ્રમના લાભાર્થે સિહોરના ગ્રાઉન્ડ ખાતે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ગઈકાલે સોમવારના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાભરની અનેક ટીમો વચ્ચે એકાદ મહિના સુધી જંગ જામતો હોવાથી હજારો લોકો મેચ માણવા ઉમટી ૫ડશે. સિહોર પંથકની જનતાને વેકેશનમાં આનંદ માણી શકે તેવું રમણીય અને આનંદિત સ્થળોનો અભાવ જોવા મળે છે ત્યારે દર વર્ષે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન દ્વારા યુવાનો અને રમતપ્રેમીઓ આનંદ માણે છે.
આ વર્ષે ગાંધારી આશ્રમના લાભાર્થે સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે આ ટુર્નામેન્ટના પ્રારંભિક પ્રસંગે સિહોર પોલીસના પીઆઇ ભરવાડ, શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયા, કિશનભાઈ મહેતા, મુન્નાભાઈ રબારી, મુન્નાભાઈ ગોહિલ, રાજેશ નિર્મળ, પરેશ જાદવ સહીતના આગેવાનો અગ્રણીઓ ઉ૫સ્થિત રહી ઉદઘાટન કર્યું હતું આ ટુર્નામેન્ટમાં જિલ્લાભરની અનેક ટીમોએ ભાગ લીધો છે આવતા એકાદ મહિના સુધી જંગ જામશે. મેદાનમાં રાત્રી પ્રકાશ મેચની મજા માણવા હજારો લોકો ઉમટી પડશે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ ટૂનૉમેન્ટને કારણે સિહોર ક્રિકેટમય બની ગયુ છે. અને શહેરમાં ક્રિકેટ ફિવર છવાયો છે. રાત્રીના ક્રિકેટ જોવા આસપાસના ક્રિકેટપ્રેમીઓ મેદાન ફરતા ગોઠવાઇને મોડી રાત્રી સુધી ક્રિકેટનો આનંદ માણે છે.