Astrology

તમારી જિંદગીમાં પણ બની શકે છે રાજયોગ! બસ તમારા હાથમાં હોવી જોઈએ આવી હસ્તરેખાઓ

Published

on

હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીમાં બનેલી રેખાઓનું ખુબ મહત્વ છે. હથેળીમાં રેખાઓની સાથે કેટલાક નિશાન પણ હોય છે. કેટલીક રેખાઓ અને નિશાનનું હોવું ખુબ ભાગ્યશાળી માનવામાં આવે છે. તો કેટલાક નિશાન અનલકી હોય છે. આજે તમને એક એવી રેખા વિશે જણાવીશું, જેને ખુબ લકી માનવામાં આવે છે. જે હથેળીમાં આ રેખા હોય છે, તેનું ભાગ્ય ચમકતા વાર લાગતી નથી. હસ્તરેખા શાસ્ત્રમાં આ નિશાનને મિસ્ટિક ક્રોસ કહેવામાં આવે છે.

આ જગ્યા પર હોય છે રેખા
હથેળી પર હૃદય અને મગજની રેખાઓ વચ્ચે રહેલ ગેપમાં રેખાથી ક્રોસનું નિશાન બને છે તો તેને મિસ્ટિક ક્રોસ કહેવામાં આવે છે. જે લોકોની હથેળીમાં આ ક્રોસ હોય છે તે ખુબ ભાગ્યશાળી હોય છે. જિંદગીમાં આ લોકો જે ઈચ્છે છે તે મળે છે. આ લોકોને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે.

ધાર્મિક હોય છે તે લોકો
મિસ્ટિક ક્રોસવાળા લોકો ખુબ ધાર્મિક હોય છે. આ લોકો દરેક વસ્તુને બીજા સાથે શેર કરે છે. મદદ માટે હંમેશા તૈયાર રહે છે. હંમેશા લોકોના સુખ-દુખમાં કામ આવે છે. તેના કારણે તે મુશ્કેલીનો સામનો કરતા નથી. આવા લક્ષણોને કારણે તે લોકોના પ્રિય હોય છે.

આર્થિક સ્થિતિ મજબૂત
મિસ્ટિક ક્રોસ રેખાવાળા લોકોએ ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેની આર્થિક સ્થિતિ જિંદગીભર મજબૂત રહે છે. તેના માટે આવકના નવા સ્ત્રોત બનતા રહે છે. તે જીવનમાં મોટો મુકામ હાસિલ કરે છે. તેની બૌદ્ધિક ક્ષમતા પણ સારી હોય છે.

લોકોના આકર્ષણનું કેન્દ્ર
કોઈ વ્યક્તિની હથેળી પર મિસ્ટિક ક્રોસ ઇન્ડેક્સ ફિંગર એટલે કે અંગૂઠાના નજીકવાળી આંગળીની નીચે હોય છે તો આવા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે. તેનાથી લોકો તેના પ્રત્યે આકર્ષાય છે. જિંદગીમાં ધન, ઐશ્વર્ય બધુ મળે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version