Entertainment

Brahmastra: રણબીરે આ બાબતમાં જુનિયર એનટીઆરની કરી બરાબરી, પરંતુ રોકી ભાઈને ટક્કર આપી ના શક્યો

Published

on

બોયકોટ ટ્રેન્ડ, નેગેટિવ રીવ્યુ અને રણબીર-આલિયા સામે ચાલી રહેલા પ્રદર્શન છતાં, ‘બ્રહ્માસ્ત્ર’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ અન્ય ભાષાઓમાં પણ અદ્ભુત પ્રદર્શન કરી રહી છે. આ જ કારણ છે કે અયાન મુખર્જીની ફિલ્મ માત્ર ત્રણ દિવસમાં 100 કરોડની ક્લબમાં સ્થાન મેળવી શકી છે. હા, 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’ના હિન્દી વર્ઝને રવિવાર સુધી 111.2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

brahmastra-enters-in-100-crore-club-ranbir-kapoor-yash-kgf-chapter-2-junior-ntr-rrr

આ આપી શક્યો રોકી ભાઈને ટક્કર

જોકે, રણબીર કપૂર રોકી ભાઈને ટક્કર આપવામાં નિષ્ફળ ગયો. હા, રોકી ભાઈનો ક્રેઝ હિન્દી ભાષી દર્શકોમાં એટલો હતો કે ફિલ્મે માત્ર બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે માત્ર બે દિવસમાં 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરનારી આ એકમાત્ર ફિલ્મ છે.

brahmastra-enters-in-100-crore-club-ranbir-kapoor-yash-kgf-chapter-2-junior-ntr-rrr

રણબીરે કરી જુનિયર એનટીઆરની બરાબરી

ત્રણ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરનારી આ પહેલી ફિલ્મ નથી. આ પહેલા પણ ઘણી ફિલ્મોના હિન્દી વર્ઝન ત્રણ દિવસમાં 100 કરોડના ક્લબમાં પ્રવેશી ચૂક્યા છે. આ યાદીમાં જુનિયર એનટીઆરની આરઆરઆર, રણબીર કપૂરની સંજુ, હૃતિક રોશનની વોર, આમિર ખાનની ધૂમ 3 અને દંગલ અને શાહરૂખ ખાનની હેપ્પી ન્યૂ યરનો સમાવેશ થાય છે. આ સિવાય સલમાન ખાનની ટાઈગર ઝિંદા હૈ, બજરંગી ભાઈજાન, સુલતાન અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો પણ ત્રણ દિવસમાં 100 કરોડનો આંકડો સ્પર્શી ગઈ છે.

Advertisement

Trending

Exit mobile version