Sihor

સિહોરના વિરેન્દ્રસિંહ ગોહિલ અને ભાવેશ ચાવડા સામે પાસા હેઠળ કાર્યવાહી

Published

on

દેવરાજ

બુટલેગરો સામે પોલીસ આકરી બની, બન્ને રાજસ્થાનના આબુથી ઝડપાયા, બન્ને સામે સિહોર-વરતેજ પોલીસમાં વિવિધ કેસ દાખલ થયા હતા

ઇંગ્લીશ દારૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલ સિહોરના બે શખ્સ વિરેન્દ્રસિંહ ગોહિલ અને ભાવેશ ચાવડા રાજસ્થાનમાંથી ઝડપાયા છે અને બન્ને દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને પાસા એક્ટ હેઠળ અટકાયત કરવા વોરન્ટ ઇસ્યુ થયેલ સિહોરના બે ઇસમોને પોલીસે રાજસ્થાન ખાતેથી પકડી પાડી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યા હતાં.

Proceeding under aspect against Virendrasinh Gohil and Bhavesh Chavda of Sihore

પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટે માન્ય રાખી વોરન્ટ ઇસ્યુ કરાયા હતા બન્ને ને જેલ હવાલે કરાયા છે સિહોર પોલીસ સ્ટેશનના પી.આઇ.ની સુચના અન્વયે સિહોર પોલીસ સ્ટેશન ઘુમડશા વિસ્તારમાં રહેતા વિરેન્દ્રસિંહ ગોહિલ અને ભાવેશ ચાવડા બન્ને સતત પ્રોહી પ્રવૃત્તિ કરતા હોય જેઓ વિરૂદ્ધ સિહોર પો.સ્ટે.માં તથા વરતેજ પોસ્ટેમાં પ્રોહી જથ્થાના વર્ષ ૨૦૨૦થી આજદિન સુધી હી અલગ અલગ કેસો દાખલ થયેલ હોય ઘેર અને મજકુર બન્ને ઇસમ હાલમાં પણ તેની આવી પ્રવૃત્તિ શરૂ રાખેલ હોય જે અંગે વરતેજ પોસ્ટેમાંથી મજકુર બન્ને વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી ઉપરી અધિકારી મારફતે જિલ્લા મેજિ. સા ભાવનગર તરફ મોકલી આપેલ જે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરનાઓ દ્વારા બન્નેને વિરૂદ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખી મજકુર આરોપીઓના વોરન્ટ ઇશ્યુ થયેલ હોય જે આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય જે આરોપીઓની હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સ આધારે રાજસ્થાન રાજ્યના માઉન્ટ આબુ ખાતે તપાસ કરતા મળી આવતા બન્ને ઇસમોને હસ્તગત કરી વરતેજ પોસ્ટેને સોંપી આપતા વરતેજ પોલીસ તરફથી અલગ અલગ જિલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે. બુટલેગરો સામે પોલીસની સખત કાર્યવાહી સામે ફફડાટ ફેલાયો છે

Advertisement

Exit mobile version