National

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં નવા વર્ષની અને રથ યાત્રાની આપી શુભેચ્છાઓ

Published

on

કુવાડિયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના જન્મદિવસ નિમિત્તે ટ્વીટ કરી શુભેચ્છા આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે કચ્છી ભાષામાં કચ્છ વાસીઓને અષાઢી બીજના પર્વે નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ ઉપરાંત રથયાત્રાના એક વીડિયો સાથે તેમણે દેશના લોકોને રથયાત્રાના પાવન પ્રસંગે શુભેચ્છાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આજે અષાઢી બીજના પર્વે દેશભરમાં ઠેરઠેર નાની મોટી રથયાત્રાઓ કાઢી લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવાના અવસરનો લાભ લેતા હોય છે. બીજી તરફ આજે ગુજરાતના કચ્છમાં વસેલા કચ્છી ભાઈઓ બહેનોનું આ નવું વર્ષ શરૂ થાય છે.

Prime Minister Narendra Modi gave New Year and Rath Yatra greetings in Kutch language

વડાપ્રધાને કચ્છી ભાષામાં લખ્યું કે, અજ આષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, અજજે અવસર તેં દેશ ને દુનિયાંમેં વસધલ ને કચ્છજી ગરવાઈ કે રોશન કરીંધલ મૂંજેં વલેં મિણી કચ્છી ભા, ભેણેં કે મૂં તરફથી ધિલસેં વધાઇયું અને શુભકામનાઉં. ઉપરાંત લોકોને રથયાત્રાની શુભેચ્છાઓ આપતા પ્રધાનમંત્રીએ લખ્યું કે, સૌને રથયાત્રાની શુભેચ્છાઓ. જ્યારે આપણે પવિત્ર પ્રસંગની ઉજવણી કરીએ છીએ, ત્યારે ભગવાન જગન્નાથની દિવ્ય યાત્રા આપણા જીવનને આરોગ્ય, સુખ અને આધ્યાત્મિક સમૃદ્ધિથી ભરી દે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂનો જન્મ દિવસ પણ હોઈ તેમને પણ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement

Trending

Exit mobile version